For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ

05:23 PM Aug 29, 2025 IST | Bhumika
મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ

સપ્તાહમાં ત્રણ દિવસ સિલીંગ અને નળજોડાણ કાપવા સહિતની રીકવરી ઝુંબેશ માટે સ્ટાફ ફાળવતા મ્યુ.કમિશનર

Advertisement

મહાનગરપાલિકાના મુખ્ય આવકના સ્ત્રો સમાન મિલકત વેરાની આવકમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળતા મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ બાકીદારો વિરૂધ્ધ સિલીંગ અને નળ કપાત સહિતની રિકવરી ઝુંબેશ શરૂ કરવાના આદેશ આપી સપ્તાહમાં ત્રણ દિવસ બિલની બજવણી અને ત્રણ દિવસ પઠાણી ઉઘરાણી શરૂ કરવાની સૂચના આપતા વેરા વિભાગે આજથી ત્રણેય ઝોનમાં રીકવરી ઝુંબેશ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ વેરાવિભાગની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી રહેલા 2 લાખથી વધુ મિલકત ધારોકને હાલ ડીમાન્ડ નોટિસ આપવામાં આવી રહી છે. છતાં આવકમાં ગાબડુ જોવાતા હવે ફરી વખત રીકવરી ઝુંબેશ શરૂ કરવાનો આદેશ થયા છે.

Advertisement

હાલ 2.60લાખથી વધુ મિલકત ધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી મ્યુ.કમિશનરે વેરા વિભાગ સાથે મીટિંગ યોજી અગાઉ નકક્ી કરેલ કાયમી રીકવરી ઝુંબેશ શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
ત્રણેય ઝોનના બાકીદારોનું લિસ્ટ તૈયાર હોવાથી આજથી ઝોન વાઇઝ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે એનક મિલકતો સિલ કરવામાં આવેલ તેમજ રહેઠાણની મીલકતોના નળ જોડાણો કાપવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. આ ઝુંબેશ એપ્રિલ માસ સુધી ચાલુ રાખવામાં આવશે. તેવા સંકેત પ્રાપ્ત થયા છે. હાલ સિલ થયેલ અને જપ્તીમાં લીધે મીલકતોની ટૂંક સમયમાં જાહેર હરરાજી કરવામા આવશે તેમ જણાવેલ છે.

આજ સુધીમાં રૂા.271 કરોડની આવક
મનપાના વેરા વિભાગને આ વર્ષે મિલકત વેરામાં નોંધપાત્ર આવક થઇ છે. વેરાવળતર યોજનાના લાભાર્થીઓમાં આ વર્ષે મોટો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે ઓનલાઇન વેરો ભરયાઇ કરનાર આસામીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જેના લીધે મહાનગરપાલિકાને આજ સુધીમાં રૂા.171 કરોડની આવક થઇ છે અને કુલ 363629 પ્રમાણી કરદાતાઓએ વેરો ભરયાઇ કર્યો છે. છતા આ વર્ષના બાકી રહેલા 7 મહિનામાં હજૂ વધુ 200 કરોડની ઉઘરાણી કરવાની હોય વેરાવિભાગે રીકવરી ઝુંબેશ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement