સોમનાથ પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક સામે કડક કાર્યવાહી
બે રેસ્ટોરન્ટ માલિકો પર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ગીરસોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી ,મજુરોને કામે રાખનાર સંચાલક, મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ કર્મચારી ,મજુરોને કામે રાખનારાઓએ આવા કર્મચારી ,મજુરોને કામે રાખે ત્યારે નિયત નમુના મુજબની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવા અંગે જીલ્લા મેજી.ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.30/11/2025 ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના દેવદાનભાઇ એમ.કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા એ.એસ.આઇ., વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા પો.હેડ કોન્સ., મહાવિરસિંહ જાડેજા તથા કૈલાશસિંહ બારડ પો.કોન્સ. એ પો.સ્ટાફ જમ્મુ કશ્મીરના રાજયના માન.લેફટ. ગર્વનરશ્રીનાઓનો ગીરસોમનાથ જીલ્લાના પ્રવાસ કાર્યક્રમ સબબ પ્રભાસ પાટણ વિસ્તારમાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી ,મજુરોને કામે રાખનાર હોટલ,રેસ્ટોરન્ટ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની (1) સોરઠ મહેલ ના સંચાલક ફારૂૂક ભાઈ સુલેમાન ભાઈ કાલવાત ઉ.વ 29 ધંધો રેસ્ટોરન્ટ નો રે પ્રભાસ પાટણ તથા (2) મોહંમદ આરીફ સુલેમાન ભાઈ ભાદરકા ઉ.વ 29 ધંધો રેસ્ટોરન્ટ રે પ્રભાસ પાટણ સહયોગ સાગર નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય મજુરોને કામે રાખી સબંધીત પોલીસ સ્ટેશન જાણ નહી કરતા બંને રેસ્ટોરન્ટ માલીક વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભેગ અંગેનો ગુન્હો રજી. કરાવેલ.