For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત

03:16 PM Jul 16, 2025 IST | Bhumika
પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક  ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત

Advertisement

રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો અને માસુમ બાળકનું મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર પોરબંદરના કુતિયાણાના કોટડા ગામમાં આ ઘટના બની હતી. ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ચાર જેટલાં શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવેલા પરિવારના બાળકનું મોત થયુ છે.

Advertisement

આ પહેલાં પણ પોરબંદરના કુતિયાણામાં અવાર-નવાર આવા શ્વાનના આતંકની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement