કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ, પશુઓને પકડવાની કામગીરી જીરો
યુવાનનો ભોગ લેવાતા લોકોમાં રોષ
કેશોદમાં રખડતા પશુઓ (ઢોર) તથા કુતરાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહીયો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાયેવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે કેશોદ ના જુના ગામની બજારમાં ગયકાલે બે ખૂટ્યાઓની લડાઈમાં એક નિર્દોષ ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે જૂના ગામમાં રહેતા સોયબ ગફાર મહિડા નામના યુવાનનું આ ધટનામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ યુવાન પોતાનો બાઈક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.તો બીજી તરફ જવાબદાર તંત્રના લોકો દ્વારા પશુઓને પકડવાની કોઈ કામગીરી ન થતી હોવાના કારણે એક નિર્દોષ વ્યક્તિ નો જીવ ગયો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ આ અગાઉ પણ ત્રણ થી ચાર કિસ્સામાં ખુટીયા ની લડાઈ વખતે રાહદારી લોકોના મૃત્યુ થયા હોવાના બનાવો બન્યા છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ વહેલી તકે દુર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
