તુર્કી સાથે વણસેલા સંબંધોની રાજકોટના ઉદ્યોગોને કોઈ અસર નહીં
હાલની સ્થિતિથી ગભરાવાની જરૂર નથી : રાજકોટ એન્જિનિયરીંગ એસો.ના પ્રમુખનો મત
રાજકોટનાં 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા છે વર્ષે અબજો રૂપિયાની થાય છે નિકાસ
રાજકોટ એ મશીન ઉદ્યોગ પણ કહેવાય છે ત્યારે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને ડ્રોન સહિતની મદદ કરનારા તુર્કીને પણ રાજકોટની જરૂૂર પડે છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ વગર તુર્કીના અનેક ઉદ્યોગો અધૂરા છે. આ અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે જેમાં સૌપ્રથમ મશીન ટૂલ્સ પાર્ટસ આવે છે કે જે માત્ર રાજકોટ પર જ આધાર રાખે છે.
આ ઉપરાંત તુર્કીમાં ટ્રેક્ટર બનાવતી કંપની ટ્રેકટરમાં જે પણ પાર્ટસ બને છે તે માત્ર રાજકોટમાંથી જ મંગાવે છે. એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઇલ પાર્ટસ, કાસ્ટીંગ પ્રોડક્ટ, ખાસ પ્રકારના બેરિંગમાં પણ તુર્કી રાજકોટ પર જ આધાર રાખે છે. ત્યારે ત્યાંની સરકાર જો ભારતની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકે તો ત્યાંના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય. રાજકોટના ઉદ્યોગો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. એમાં પણ રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ તો વિશ્વના કેટલાય દેશોની કમજોરી બની ગયો છે. જેમાં તાજેતરમાં જ ભારત સાથે પરોક્ષ રીતે દુશ્મની કરનાર તૂર્કી રાજકોટ આધારિત છે. રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તૂર્કી સાથે જોડાયેલા છે. રાજકોટમાંથી વર્ષે અબજો રૂૂપિયાની નિકાસ તુર્કીમાં થાય છે. તુર્કીનું હૂંડિયામણ ભારત લાવવામાં આ એન્જીનીયરીંગ ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે. જેથી સરકારને પણ આ એન્જિનિયરિંગ ઉપયોગ થકી કરોડો રૂૂપિયાની આવક વર્ષ દરમિયાન થાય છે. રાજકોટ તુર્કી માટે કેટલું મહત્વનું છે એ વાત એ ભારત સરકાર દ્વારા દર વર્ષે જે એન્જિનિયરિંગ ઉદ્યોગોનું એક્ઝિબિશન યોજાય છે તેના આયોજન પરથી જ સાબિત થાય છે. તુર્કીમાં દર વર્ષે જે એક્ઝિબિશન યોજાય છે જેમાં સમગ્ર દેશમાંથી 30 જેટલા સ્ટોલ ભારતના હોય છે.
30 સ્ટોલ માંથી 15 કરતાં વધુ સ્ટોલ માત્ર રાજકોટના હોય છે. હાલ બને દેશો વચ્ચે તને સંબંધો સારા ન હોય પરંતુ આ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની કોઈ અસર જોવા નથી મળતી. એન્જીનીયરીંગ એસો. ના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું છેકે, તુર્કી સાથે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગનો ઘણો બધો વેપાર છે. એટલે વેપારમાં તો આપણે કહીએ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તુર્કીમાં ઘણું બધું. તુર્કીથી એન્જિનિયરિંગ ગુડ્સમાં ઇમ્પોર્ટ થાય એવી બહુ ઓછી મેટર છે કે જે રાજકોટ ન બનાવી શકતું હોય અથવા મટીરીયલની શોર્ટેજ હોય અથવા કોઈ ડિઝાઇન પાર્ટસ હોય તો તુર્કીથી આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ જે પાકિસ્તાનને સપોર્ટ કરવા માટે તુર્કીએ જે એના ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોન અને આપ્યા છે અને ભારત તરફ એને માટે કઈ વાત ના કરી. એના હિસાબે તુર્કી સાથે ભારતના પણ સંબંધોમાં થોડી તિરાર પડી છે. જે ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણી સરકારે એની ઘણી એક બે કંપનીઓને એણે રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધા છે.
પણ આને હિસાબે જો તુર્કી ગવર્મેન્ટ આપણા ગુડ્સનો બહિષ્કાર કરે અથવા આપણે જો એક્સપોર્ટ ત્યાં કરીએ છીએ કરવાનું બંધ કરે તો આપને બહુ મોટી ઇફેક્ટ આવે. પણ આ તબક્કે આપને આનાથી કોઈ ફરક પડતો નથી કે આપણું કાંઈ થાય તેમ નથી.તેમણે વધુમાં કહ્યું કે, આપણો માલનું થોડું પ્રોડક્શન વધશે પણ જ્યારે પણ ક્યારે પણ બે દેશોની માહિતીઓ જ્યારે એકબીજાને આપલે થતી હોય અને એમાં સંબંધો બગડે તો ઇન્ડસ્ટ્રીઝને તો નુકસાન થતું હોય કેમ કે એક ડર બેસી જાય કે આપણે જે ગુડ્સ બનાવીએ છીએ. આપણી ઇન્ડસ્ટ્રીઝમાં જે સપ્લાય કરવાનો છે. એ સામેની ગવર્મેન્ટ એને બેન કરી દેશે તો આપણા ગુડ્સનું શું થશે. એટલે એવરી ટાઈમ થોડો ડર બેસેલો હોય છે. પણ તુર્કીથી આપણે અત્યારની પરિસ્થિતિએ કોઈ ગભરાવાની જરૂૂર મને નથી લાગતી.