For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો, સૌરાષ્ટ્રમાં હવામાન પલટો

12:41 PM Oct 10, 2024 IST | Bhumika
અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો  સૌરાષ્ટ્રમાં હવામાન પલટો
oplus_2097152
Advertisement

અસહ્ય ગરમી-ઉકળાટ વચ્ચે સવારથી વાદળો ગોરંભાયા, વરસાદની પણ આગાહી

અરબી સમુદ્રમાં ઉભા થયેલા વાવાઝોડાની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને અસહ્ય ગરમી-બફારા વચ્ચે ગાઢ વાદળો છવાતા વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાયુ છે.
ગુજરાતમાં ભલે છેલ્લાં કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસાની સમાપ્તિ થઈ નથી. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભું થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે આગામી 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે.

Advertisement

અંબાલાલ પટેલે કહ્યુ કે 12 તારીખ સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભુ થઈ શકે છે. જેથી ગુજરાતના દરિયામાં 17 અને 18 તારીખે પવન ફુકાઈ શકે છે. શરદ પૂનમથી લઈને દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવી શકે છે. 13 ઓક્ટોબરે બંગાળના ઉપરવાસમાં વાવાઝોડાની સંભાવના છે. તો આગામી 18થી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફુંકાશે.

આ સાથે અંબાલાલે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી જણાવ્યું કે, ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે. હવામાનની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 13થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement