રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાકરાવાડી ડમ્પનું ગંદું પાણી બંધ કરો: મ્યુનિ. કમિશનરને રજૂઆત

03:35 PM Sep 05, 2024 IST | admin
Advertisement

ઘન કચરા સાઈટની આસપાસના ઉપદ્રવો કાયમી ધોરણે બંધ કરી ગ્રામજનોને બંધારણીય મુજબ જીવવાનો અધિકાર આપો

Advertisement

ચેકડેમ, ભૂગર્ભ અને ખેતરોને ભારે નુકસાન થયું હોવાનું જણાવી ગંદા પાણીની બોટલો રજૂ કરી

નાકરાવાડી ડમ્પ ખાતે એકઠા થયેલ કચરા ઉપર વરસાદ વરસતા તેનું ગંદુ પાણી આજુબાજુના વિસ્તારોમાં તેમજ ચેકડેમો અને ખેતરોમાં વહેતુ થયું હતું. તેવી જ રીતે આ પાણી ભુગર્ભમાં ઉતરતા આજુબાજુના વિસ્તારોના ભૂગર્ભ જળ પણ દુષિત થઈ જતાં ગ્રામજનોએ તાજેતરમાં કચરો નાખવા જતાં મનપાના ડમ્પરો રોકી વિરોધ પ્રગટ કરી પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને રજૂઆત કરી હતી. અને આજે સમગ્ર ગ્રામજનોએ કોર્પોરેશન કચેરી ખાતે આવી દુષિત પાણીની બોટલો સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી સાઈટની આસપાસના ઉપદ્રવો બંધ કરી ગ્રામજનોને બંધારણીય હકો મુજબ જીવવાનો અધિકાર આપો આપો અને અલગ અલગ 16 પ્રશ્ર્નોનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી.

નાકરાવાડી ગામના લોકો તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, કોર્પોરેશનની ઘનકચરા નિકાલ સાઈટ ગામ નાકરાવાડીમાં શરુ થઈ ત્યારથી ગ્રામજનોની સમસ્યાઓની હાડમારી શરુ થયેલ છે. રાજકોટ શહેરના કચરાને સરકારશ્રી દ્વારા જે શરતોને આધીન જગ્યા ફાળવેલ છે તે તમામ શરતોનો ખુલ્લો ભંગ કરી ગામની સિમમાં છેલ્લા ઘણા વર્ષોથી લાખો ટન કચરો ખુલ્લામાં ખાલી કરવામાં આવતો હોય જેને લઈ આસપાસનુ વાતાવરણ અતિ પ્રદુષિત બન્યુ છે અને ગ્રામજનો તેમના બંધારણીય હક્કો મુબ જીવન નિર્વાહ કરી શકતા નથી અને પર્યાવરણનું ખુલ્લુ નિકંદન થઈ રહ્યુ છે.

ગ્રામજનો નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુલન માંથી યોગ્ય આદેશ મેળવેલ હોવા છતા તેનુ પણ પાલન કરવામાં આવતુ નથી અને હુકમનો ખુલ્લો અનાદર કરવામાં આવી રહ્યો છે. આપની સમક્ષ નીચેના ગંભીર મુદ્દા અને સમસયાઓ ગ્રામજનો મુકી રહ્યા છે જેને સત્વરે ધ્યાને લઈ જરુરી કાર્યવાહી કરવામાં આવે અને અમોને સદરહું કાર્ય અંગે એકશન પ્લાન આપવામાં આવે જેથી ગ્રામજનો આસ્વર્ગ રહે અન્યથા સદરહું સમસ્યા. બાબતે ભવિષ્યમાં સંપુર્ણ વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી અને જેના અત્યતં ગંભીર પરીણામ આવી શકે તેમ છે.

લાખો ટન ખુલ્લા કચરા માંથી અવારનવાર નીકળતા ગંદા પાણી (લીચેટ) ને સત્વરે કાયમી ધોરણે બંધ કરી આસપાસના જળાશયો- કુવા-નદી-નાળાને ફરી મુળ સ્થિતિમાં કરવા જેથી ગ્રામજનોને પીવા અને વાપરવાની સમસ્યા ન રહે તેમજ સદરહું સમસ્યા ભવિષ્યમાં ન ઉદભવે તે માટેની કાયમી વ્યવસ્થાઓ ઉભી કરી પંચાયતને જાણ કરવી.આસપાસના ગ્રામજનો ગભીર બિમારીનો ભોગ ન બને તે માટે થઈ તાત્કાલિક ધોરણે આસપાસના ગામોમાં કાયમી ધોરણે મેડીકલ વાન /દવાખાનું શરુ કરવાની કામગીરી કરવામાં આવે સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પર્યાવરણની જાળવણી રાખવાની શરતે જ જમીન ફાળવવામાં આવેલ છે ત્યારે તે બાબતને ગંભીરતા પુર્વક ધ્યાને લેવી તેમજ અન્ય જે શરતોને આધીન જમીન ફાળવવામાં આવેલ છે તે તમામ શરતોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેમજ નાકરાવાડી ગ્રામ પંચાયતનો બાકી વેરો રૂા. 1,27,35,279 (એકે રુપિયા એક કરોડ સત્યાવી લાખ પાત્રી હજાર બસો ઓગણાએસી) સત્વરે ભરપાઈ કરવો જેથી ગામનો વિકાસ થઈ શકે.

નાકરાવાડી ગામ રાજકોટ શહેરના કચરા (દુષણ) ને સાચવી રહ્યું છે અને જેને લઈ ગ્રામજનોનું જીવન નકોગાર બન્યુ છે અને મંદવાડ અને રોજગારીથી વંચિત બન્યા છે ત્યારે નાકરાવાડી અને તેની આસપાસના ગામોની સ્થિતિ ને સુધારવા અને ગ્રામજનોના જીવન ધોરણને ઉંચુ લાવવા આસપાસના વિસ્તારમાં વિકાસ લક્ષી યોજના મૂકી. રોજગારીની તકો ઉભી કરી સ્થિતિને સામાન્ય કરવાની કામગીરી કરવી. ખુલ્લામાં પડેલ કચરાથી આસપાસના ખેતરોમાં નિયમિત કચરો ઉડીને આવી રહ્યો છે જેને લઈ ખેડુતોના પાકને પારવાર નુકશાન થઈ રહ્યુ છે અને જમીન બિસ્માર બની રહી છે જેથી સદરહુ સમસ્યાના કાયમી નિકાલ અંગે કાર્યવાહી કરવામાં આવે ખુલ્લામા પડેલ કચરશને લઈ આસપાસના વિસ્તારોમાં ફેલાતા જળ-જમીન અને વાયુ પ્રદુષણને કાયમી ધોરણે અટકાવવા તેમજ તમામ ગામોમા કાયમી માખી-મચ્છરનો અતિ ઉપદ્રવ રહેતો હોય તેમજ દુર્ગંધ ફેલાતી હોય તે અંગે સત્વરે ઉપાયાત્મક કામગીરી કરવી. જ્યારે જ્યારે કચરાને સળગાવવામા આવે છે ત્યારે તેને લઈ હવા પ્રદુષણ બેફામ ઉદ્ભવે છે જ્યારે શિયાળામાં ખુલ્લા કચરાની દુર્ગંધ દુર દુર સુધી ગામોમાં આવે છે જેને લઈ આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉદમ્વી રહી છે જેને કાયમી ધોરણે અટકાવવી. ગ્રામ્યના રસ્તામાં ઓવર લોડ અને બેફામ ગતી અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તો બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે પેવર/ડામર કરવા યોગ્ય કરવાની કાર્યવાહી કરવી.

ઓવર લોડ અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તા પર નિયમિત કચરો ઉડતો રહે છે તેમજ ગામમાં અત્યંત દુર્ગંધ કરે છે એટલે કચરો કોઇ પણ સંજોગોમાં રસ્તા પર ખાલી કરવામાં ન આવે અને દરેક ડમ્પર યોગ્ય રીતે બંધ કરી ને જ સાઈટ સુધી મોકલવામાં આવે અને કોઈ પણ સંજોગોમાં ઘનકચરા સાઈટ સિવાય કચરાને ખાલી કરવામાં ન આવે.

ઘન કચરના પ્રોસેસીંગની કામગીરી સંપુર્ણ પણે બંધ હોય જેને લઈ આસપાસના તમામ ગામોનુ વાતાવરણ અતિ દુષિત બન્યુ છે જેથી પ્રોસેસીંગની કામગીરી વિના વિલંબે શરુ કરાવવાની કાર્યવાહી કરવી તેમજ જ કામગીરી શરુ કરવામાં આવનાર છે તે કઈ પ્રકારની કામગીરી થવામાં આવનાર છે એટલે કે કચરા માંથી વિજળી ઉત્પન્ન કરવાનુ શરુ કરવાને લઈ આસપાસના વિસ્તારને કેટલી ગંભીર અશરો ભવિષ્યમાં થઇ શકે છે તેની ખરી અને વાસ્તવિક સ્થિતિ અને તેના ભવિષ્યમા આવનાર પરીણામો અંગે ગ્રામજનોને પુરી માહિતિ પુરી પાડવામાં આવે.

ઉપરોકત તમામ સમસ્યા અને વ્યવસ્થા હાલ રાજકોટ તાલુકાના નાકરાવાડી અને તેની આસપાસના તમામ ગામો ગામો ભોગવી રહ્યા છે માટે ઉપરોકત સમસ્યા ના કાયમી નિરાકરણ અંગે આપ દ્વારા ત્વરીત કાર્યાવાહીના આદેશ કરો તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે. સદરહું કામગીરીમાં ગ્રામજનોના સમુહને સાથે રાખી કમીટી બનાવી સદરહું કામગીરી અંગે ક્રમશ પગલા લઈ ઉપાય. તરફ આગળ વતી ખરા અર્થમાં ખરા સ્વચ્છતા અભિયાન ને વેગ આપીએ અન્યથા ભવિષ્યમાં સદરહુ સમસ્યા વિકરાણ સ્વરૂૂપ ધારણ કરી શકે છે.

નાકરાવાડી મુદ્દે પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે મનપાને નોટિસ ફટકારી
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ મંગળવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવીને જણાવ્યું હતું કે નાકરાવાડી લેન્ડફિલ સાઇટમાંથી લીચેટ ડિસ્ચાર્જને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂૂર છે. પોલ્યુશન વોચડોગે પણ આરએમસીને સમસ્યાના ઉકેલ માટે કાયમી એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું.

નાકરાવાડી ડમ્પિંગ સાઈટમાંથી લીચેટ ગામના જળાશયોને પ્રદૂષિત કરવા અને પાકને નુકસાન પહોંચાડવાથી આરોગ્ય માટે મોટું જોખમ ઊભું થતાં ગ્રામજનો અને પર્યાવરણ કાર્યકર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જીપીસીબીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ જીપીસીબીએ 2 સપ્ટેમ્બરે તપાસ હાથ ધરી હતી.

દૂષણની ગંભીરતા અને જાહેર આરોગ્ય અને પર્યાવરણ પર તેની અસરને જોતાં, અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરીએ છીએ, જીપીસીબીએ આરએમસીને લેન્ડફિલ સાઈટની બહાર લીચેટ ગંદાપાણીના નિકાલને તાત્કાલિક બંધ કરવા, ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે લીચેટ ગંદાપાણીના સંગ્રહ, સંગ્રહ અને ટ્રીટમેન્ટ માટે એક એક્શન પ્લાન સબમિટ કરવા અને અગાઉની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. મંગળવારે શહેરનો કચરો ઉપાડવા માટે ગામલોકોએ ટ્રકોને નાકરાવાડી ગામમાં પ્રવેશતા અટકાવ્યા હતા, ત્યારબાદ આરએમસીના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા.

આરએમસીના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે, લીચેટ ઓવરફ્લો થઈ ગયું હતું અને પાણીનું શરીર દૂષિત થયું હતું. આરએમસી દરરોજ આ લેન્ડફિલ સાઇટ પર 700 ટન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડમ્પ કરે છે, અને લગભગ 10 લાખ ટન વારસાગત કચરો અહીં પહેલેથી જ છે. આથી ઓક્ટોબર સુધીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ.

Tags :
badwatergujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement