સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાથે અન્યાયની રમત બંધ કરો : NSUI
દેવયાનીબાને ન્યાય આપવા માંગ : કુલપતિ ચેમ્બર પાસે ધરણાં-પ્રદર્શન કરી વિરોધ? વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ ઇન્ચાર્જ, પરીક્ષા નિયામક ઇન્ચાર્જ આ ઉપરાંત મહત્વના પદો પર ઈન્ચાર્જની ભરતી ડંગામી ધોરણે કરવામાં આવે છે. તો તમામ ઈન્ચાર્જની ભરતી તાત્કાલિક કાયમી ધોરણે ભરતી થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ.
હાલમાં સૌરાષ્ટ્રની દીકરી 400 મીટરની દોડ માટે રમત સ્પર્ધામાં ભાગ લેવા માટે જર્મની ખાતે ગઈ હતી પરંતુ ત્યાંની સંસ્થા દ્વારા આ દીકરીને ટેકનિકલ કારણ દર્શાવી ભાગ લેવાથી વંચિત રાખવામાં આવ્યા હતા. જે ટેકનિકલ ખામીને કારણે આવી પ્રથમ ઘટના છે કે તેઓ રમત સ્પર્ધામાં ભાગના લઈ શક્યા. તેઓ આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લેવાના હતા, તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક દ્વારા જ્યારે આ દીકરી આશરે અઢી લાખ જેટલી ફી ભરી હોય ત્યારે ડાયરેક્ટરની સીધી જવાબદારી થાય છે કે જે વિદેશની યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થી જે ગેમમાં ભાગ લેવાના હોય તેની વિગતો જાહેર કરતા હોય છે કઈગેમ માં કઈ વિદ્યાર્થી ભાગ લેશે તે ચકાસણી કરવાની ફરજ શારીરિક શિક્ષણ નિયામકની ડોય છે.
જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર રમત વીરો માટે મોટી મોટી જાહેરાત કરતા હોય ત્યારે રાજ્યના ખેલ મંત્રી અને કેન્દ્રના ખેલ મંત્રી દ્વારા જે તે સમયે જ વાત કરવામાં આવી હોત તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીને જે પણ ટેકનિકલ ખામી હતી તેમાં સરકાર દ્વારા સ્પોર્ટ્સ ડાયરેક્ટરની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યું હોત તો કદાચ આ દીકરી આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતમાં ભાગ લઈ રમી શકી હોત એવું અમે માનીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા જો યોગ્ય બાબતે ફોલોઅપ લેવામાં આવ્યું હોત તો આ દીકરી આ ગેમમાં ભાગ લઈ મેડલ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કરી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે, જેમ કે બહાર રમવા જતા ખેલાડીઓ આપવામાં આવતા ડ્રેસ વગેરે વસ્તુઓની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે જે બાબતે ચકાસણી થવી જોઈએ.
અમારી માંગણી છે કે મહિનાની અંદર રેગ્યુલર શારીરિક શિક્ષણ નિયામકની ભરતી નહીં થાય તો આ મુદ્દે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના વિપક્ષના નેતા તથા ડો. તુષાર ચૌધરી દ્વારા ઉઠાવવામાં આવશે. આ રજૂઆત ભારતના વડાપ્રધાન, ખેલ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવે છે તેમ એનએસયુઆઈ દ્વારા કુલપતિને પાઠવેલ આવેદનમાં ચિમકી ઉચ્ચારવામાં આવી છે.