આરએમસીએ મિલકત વેરો વસૂલવા ઇસ્યૂ કરેલ જપ્તી-વેચાણ વોરંટ સામે સ્ટે
મહાનગરપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં કાર્યવાહી કરી’તી
મહાપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં નહેરુનગરની મિલકતના જપ્તી વેચાણના કાઢવામાં આવેલા વોરંટ સામે સિવિલ કોર્ટ દ્વારા મહાપાલિકાને સ્ટેનો હુકમ કર્યો છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્ષ ઓફીસર દ્વારા તા. 12/11/2024ના નહેરૂૂનગરના આહિર ચોક પાસે રહેતા કિશોરભાઈ દેવસુરભાઈ સોનારાની મિલ્કત જપ્ત કરી વેચાણ કરવા દિન-5નું વોરંટ ઈશ્યુ કરાયું હતું. તે સામે સિવિલ કોર્ટ સમક્ષ ચાલતી મ્યુનિ. ટેક્ષ અપીલના કામે વોરંટ સ્ટે કરવા એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા મારફત કાર્યવાહી હાથ ધરાઇ હતી.
તેમાં વકીલ રજુવાતો અને દલીલો કરવામાં આવી હતી કે કિશોરભાઈ સોનારાની
મિલ્કતોની ટેક્ષ વિભાગ દ્વારા વેરા આકારણી કરવામાં આવેલ જે આકારણી કિશોરભાઈ સોનારાના મતે ભુલ ભરેલી અને ક્ષતીયુકત હોય જેથી વાંધા લીધેલ જે વાંધા ધ્યાને લીધા વગર તેમજ મિલ્કત ધારકને સાંભળવાની તક આપ્યા વગર માગણા નોટીસ/ખાસ નોટીસ પાઠવેલ, જેની સામે મિલ્કત ધારકે અપીલ સિવિલ કોર્ટ સમક્ષ ફાઈલ કરેલ હોય તેમ છતા ટેક્ષ ઓફીસર દ્વારા મનસ્વી રીતે દિન-5 માં મિલ્કત જપ્તી કરી વેચાણથી બાકી રકમ વસુલાત કરવા વોરંટની બજવણી કરી છે, જે ગેરકાનૂની હોઇ તાત્કાલીક અસરથી મનાઈ હુકમ મળવા જણાવ્યું હતું. જે ધ્યાને લઈ એડિશનલ સિનિયર સિવિલ જજ એ જે સંઘવીએ તાત્કાલીક અસરથી વોરંટની અમલવારી સ્થગીત (સ્ટે) કરવા હુકમ ફરમાવેલ છે.
આ કામમાં અરજદાર વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, પારપ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યસ રાદડીયા તથા પ્રિયાંસ ધિનોરા, પદમાવતીબેન રોકાયા હતા.