રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા
5 નવેમ્બર, 2025ના રોજ પશ્ચિમ રેલવેએ પોતાનો 75મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. રાષ્ટ્રની સેવામાં પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનાં 70થી વધુ વર્ષોમાં પશ્ચિમ રેલવેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
આ અવસરે રાજકોટ ડિવિઝનના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હાપા, દ્વારકા અને ઓખા સ્ટેશન ભવનોને રંગબેરંગી રોશનીથી સુસજ્જિત કરવામાં આવ્યા, જેનાથી ઉત્સવનું વાતા!વરણ છવાઈ ગયું.
પશ્ચિમ રેલવેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અત્યંત સમૃદ્ધ રહી છે. બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીની સ્થાપના વર્ષ 1855માં થઈ હતી. તેની શરૂૂઆત ગુજરાત રાજ્યના પશ્ચિમી તટ પર અંકલેશ્વરથી ઉતરાણ (સુરત) સુધી 29 માઇલ બ્રોડ ગેજ ટ્રેકના નિર્માણથી થઈ હતી. તે જ વર્ષે 21 નવેમ્બર, 1855ના રોજ કંપનીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સુરતથી બરોડા અને અમદાવાદ સુધી રેલવે લાઇનના નિર્માણ માટે સમજૂતી કરી. આની સાથે જ ઉતરાણથી તત્કાલીન બોમ્બે સુધી કપાસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.