ભ્રષ્ટ અધિકારીઓ સામે રાજ્ય સરકારનું 'ઓપરેશન ગંગાજળ', વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કરવામાં આવ્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે. સરકારે આજે વધુ 5 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે. સરકારે અત્યાર સુધીમાં 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓનેચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરે બેસાડી દીધા છે.
આ 5 અધિકારીઓને સરકારે આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ
જશવંતસિંહ મગનભાઈ પરમાર - વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારીયા
પ્રદિપભાઈ વજાભાઈ ડામોર - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
બાબુભાઈ રામાભાઈ દેસાઈ - સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.૨, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં.૧૧, પાટણ
અરવિંદભાઈ ભીખુભાઈ માહલા - સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.૨. સુરત હસ્તક ડ્રેનેજ ડીઝાઈન પેટા વિભાગ, સુરત