રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષસ્ત્રસ્ત્ર થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વર્ષ 2025ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમકે દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કેએલ બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક વીએમ રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.