કલેક્ટર કચેરીઓમાં ખાલી જગ્યા કરાર આધારિત ભરવા રાજ્ય સરકારની લીલીઝંડી
કલેક્ટર કચેરીની વિવિધ ઓફિસોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીમાં ગતિ નહીં આવતા હોવાની અનેક રાવ ઉઠી હતી. અને અરજદારોને ધરમના ધક્કા થતા હોય કલેક્ટર કચેરીમાં ઝડપી કામગીરીથાય તે માટે કલેક્ટર હસ્તકની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. કલેક્ટર કચેરી હસ્તકની પેટા કચેરીઓમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને તેના કારણે વિવિધ કામગીરીમાં વિલંબ થતો હોય છે. કચેરી બહાર અરજદારોની લાંબી કતારો લાગી હોય છે. અને કામગીરીનું ભારણ પણ અન્ય કર્મચારી પર વધતુ હોવાથી કલેક્ટર હસ્તકની જગ્યા પર સગીયાર ચાસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવા માટે પરવાનગી આપતા ટુંક સમયમાં કલેક્ટર કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ થશે.
સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. આ સાથે સંવેદનશીલ કામગીરી ન સોંપવી, ગોપનીયતાની બાંહેધરી અને કરાર દર વર્ષે રીન્યુ કરવાની શરતે નિમણુંકની મંજૂરી અપાઈ છે. એક્ઝીક્યુટિવ કામગીરી ન સોંપવા અને લઘુત્તમ વેતન સહીતની શરતો સાથે કરાર આધારીત નિમણૂંક આપવા સરકાર દ્વારા પરિપત્ર કરી મંજૂરી અપાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ મળી હતી. આ બેઠકમાં ઇંખઙટના નિયંત્રણ માટે તકેદારીનાં પગલાની ચર્ચા, આરોગ્ય વિભાગ રિપોર્ટ રજૂ કર્યો તેમજ બનાસકાંઠા જીલ્લાનાં વિભાજન પછી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા અને વાવ-થરાદ જીલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે ચર્ચા કરાઈ હતી.