For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના, 15 સભ્યોની નિમણૂક

05:35 PM Dec 21, 2024 IST | Bhumika
સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના  15 સભ્યોની નિમણૂક

રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહે અને મેડિકલ શિક્ષણને વેગ મળે તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂૂપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના 15 સભ્યોની નિમણૂંક કરાઇ છે. રાજ્ય સરકારે આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂંક કરીને રાજ્યમાં મેડિકલ શિક્ષણના ઘોરણો અને ગુણવત્તા વિગેરેનો નિયમન કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જે માટે આ કાઉન્સીલ હેઠળ 4 જેટલા બોર્ડ પણ બનાવવામાં આવશે.

Advertisement

(1) Under Graduate Allied and Healthcare Education Board અને (2)Post Graduate Allied and Healthcare Education Board સ્નાતક, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી કક્ષાએ Allied and Healthcare Educationના ધોરણો નક્કી કરશે, ફેકલ્ટી ડેવલપમેંટની સમીક્ષા, માન્ય શૈક્ષણિક લાયકાતના અભ્યાસક્રમો અને એલાઈડ હેલ્થકેર વ્યવસાયિકોની મંજૂરી આપશે.Allied and Healthcare professions Assessment and Rating Board દ્વારા લઘુત્તમ આવશ્યક ધોરણો જળવાય તે સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓના નિરીક્ષણની વ્યવસ્થા કરીને નવી Allied and Healthcare સંસ્થાઓ માટે મહેકમ અને બેઠક ક્ષમતાને મંજૂરી આપીને, નિરીક્ષકોની પેનલ બનાવીને, દંડની ચેતવણી લાગુ કરીને, સંસ્થાની માન્યતા પાછી ખેંચવા માટે ભલામણ કરીને અને સ્ટેટ કાઉન્સિલ દ્વારા સોંપાયેલ અન્ય કોઈ કામગીરી કરી ને Allied and Healthcare સંસ્થાઓના મૂલ્યાંકન અને રેટીંગ નિર્ધારિત કરશે.

Allied and Healthcare professions Ethics and Registration Board દ્વારા રાજ્યના તમામ એલાઈડ હેલ્થકેર વ્યવસાયીનું ઓનલાઈન અને લાઈવ સ્ટેટ રજિસ્ટર જાળવવાનું રહેશે, વ્યાવસાયિક વર્તણુકનું નિયમન અને નીતિને ઉત્તેજન આપવાનું અને સ્ટેટ કાઉન્સિલ દ્વારા સોંપણી કર્યા પ્રમાણે અન્ય કામગીરી કરશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ એલ્યાઇડ હેલ્થ સાયન્સ અભ્યાસક્રમો જેવા કે ફિઝીયોથેરાપીની 4810 બેઠકો, ઓપ્ટ્રોમેટ્રી 310 બેઠકો, ઓકયુપેશનલ થેરાપીની 10, પ્રોસ્ટેથીકની 10 બેઠકો ઉ5લબ્ધ છે . તેમજ રાજયમાં અન્ય વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પેરામેડીકલ અભ્યાસક્રમો કાર્યરત છે. જે પૈકી ફીઝીયોથેરાપી અભ્યાસક્રમના નિયમન અર્થે ફીઝીયોથેરાપી કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. જયારે અન્ય પેરામેડીકલ અભ્યાસક્રમોના નિયમન જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા તા.28/03/2021ના રોજ જાહેરનામું બહાર પાડી ધ નેશનલ કમિશન ફોર એલ્યાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલની રચના કરવામાં આવી છે. જે ભારત ભરમાં તમામ એલાઇડ હેલ્થ કેર કોર્ષના અભ્યાસક્રમોનું નિયમન કરનારી એપેક્ષ સંસ્થા છે. ભારતમાં અત્યાર સુધીમાં 14 રાજયો ધ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સીલની રચના કરેલ છે.

રાજય સરકાર દ્વારા તા.20ના નોટીફીકેશનથી રાજયમાં સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના 15 સભ્યોની નિમણૂંક કરાઇ છે.અગાઉ તા.26/11/2024ના નોટીફીકેશનથી આ કાઉન્સીલના નિયમો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ કાઉન્સીલ દ્વારા 10 અલગ અલગ અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરી નિશ્ચિત કરવામાં આવી છે . આ 10 કેટેગરીમાં વિવિધ પ6 એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે.

રાજ્યની ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં 16,000થી વધારે ફિઝીયોથેરાપીસ્ટોનું રજીસ્ટ્રેશન થયેલ છે,
આ તમામ ફીઝીયોથેરાપીસ્ટનો એલાઇડ હેલ્થ કાઉન્સિલની રચના થતા તેમા સમાવેશ થઇ જશે, ફીઝીયોથેરાપી અભ્યાસક્રમ ઉપરાંત અન્ય 55 અભ્યાસક્રમોના તજજ્ઞોની પણ નોંધણી હવે એલાઇડ હેલ્થ કેર એન્ડ સાયન્સીસ કાઉન્સીલમાં થશે.

કયા અભ્યાસક્રમોનો સમાવેશ
(1) મેડીકલ લેબોરેટરી અને લાઈફ સાયન્સિસ, (2) ટ્રોમા, બર્નકેર અને સર્જીકલ/એનેસ્થેશિયા રીલેટેડ ટેક્નોલોજી, (3) ફિઝીયોથેરાપી પ્રોફેશનલ, (4) ન્યુટ્રીશન સાયન્સ પ્રોફેશનલ, (5) ઓપ્થેલ્મિક સાયન્સ પ્રોફેશનલ, (6) ઓક્યુપેશનલથેરાપી પ્રોફેશનલ, (7) કોમ્યુનિટી કેર, બીહેવરલ હેલ્થ સાયન્સિસ અને અધર પ્રોફેશનલ્સ, (8) મેડીકલ રેડીયોલોજી, ઈમેજીંગ એન્ડ થેરાપ્યુટીક ટેક્નોલોજી પ્રોફેશનલ, (9) મેડીકલ ટેક્નોલોજીસ્ટ એન્ડ ફિઝીશિયન એસોસીયેટ, (10) હેલ્થ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ હેલ્થ ઈન્ફોર્મેટીક પ્રોફેશનલ. આ 10 કેટેગરીમાં વિવિધ પ6 એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement