ધોરાજીના વેગડી ગામમાં માવઠાથી કપાસ, મગફળીનો ઉભો પાક ધોવાયો
ગુજરાત હવામાન વિભાગ અને આંબા લાલ દ્વારા આગાહી પગલે કમૌસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો નો કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માઉઠુ અને ભારે પવનને કારણે નોરતાં અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે. અને ખેડૂતોને ભારે નુકસાની પાકો માટે વેઠવી પડી રહી છે ત્યારે ધોરાજી તાલુકાનાપંથકમાં ખેડૂતો એ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવનાં બિયારણો અને જંતુ નાશક દવાઓ છંટકાવ કરી ને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને મગફળી અને અન્ય પાકો નું વાવેતર કરવામાં આવેલ અને કુદરત નેં આ મંજુર નહીં હોય અને આખું વર્ષ ચોમાસામાં વરસાદ પડ્યો હતો.
સિઝન બાદ શિયાળામાં પણ પણ માઉઠુ અને કમૌસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતો નાં ખેતરમાં પાક નું વાવેતર થયું હતું અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોનાં મોંમાંમાંથી આવેલ કોળીયો છીનવાઇ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકો અને જણસીમાં નુકસાની વેઠવી અને જે જણસી ખેતરમાં બચી તેના ઉતારો પણ ઓછો આવ્યો અને તેનો ભાવ પણ ઓછો મળશે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનું વારો આવ્યો છે અને ખેડૂતોની માલ છે કે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે
