અભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગ
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 70 પૈકી ચાર દરખાસ્ત અભ્યાસ માટે રાખી બાકીની 66 દરખાસ્તના રૂપિયા 101 કરોડના ખર્ચને બહાલી
શીતલપાર્ક રોડના અસરગ્રસ્તોને આપવામાં આવેલ વળતર શંકાસ્પદ લાગતા દરખાસ્ત પેન્ડિંગ રખાઇ
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ એક સાથે 70 દરખાસ્તનો ઢગલો એક જ એજન્ડામાં કરી દેવાતા અભ્યાસ ફક્ત એક કલાક કરવામાં આવતા ટપા ન પડે તેવી અગત્યની ચાર દરખાસ્ત પેન્ડિંગ રાખવાની ફરજ પડી હતી અને બાકીની અલગ અલગ કામોની 66 દરખાસ્ત મંજુર કરી રૂૂપિયા 101 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રજૂ થયેલ દરખાસ્તો પૈકી ચાર દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી જેમાં શાસકોને ટપાનો પડે તેવી અઘરી દરખાસ્તો વિચારણા માટે પેન્ડિંગ રખાય હોવાનું ચેરમેને જણાવ્યું હતું શહેર માટે અગત્યની કહેવાય તેવી શહેર કલાયમેટ રિસાઈલેન્ટ સીટી એક્શન પ્લાન કે જેમાં 2017 સુધીની શહેરમાં ક્લાયમેટ ચેન્જ માટેની વિહરચના બનાવવાની હતી જેમાં ફક્ત અનુભવી અધિકારીઓ પાસે આ મુદ્દાની જાણકારી હોય છે ટ્રેનિંગ કમિટીના એક પણ સભ્ય પાસે આ વિશે માહિતી ન હોવાથી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી તેમજ શહેરને કાર્બન મુક્ત કરવા માટે સ્વીચ એજન્સી સાથે એમઓયુ કરવાની દરખાસ્ત પણ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
સ્ટેન્ડિઁગમાં આજે શીતલ પાર્ક મેઇન રોડ પોહળો કરવા માટે અસરગ્રસ્તોને ચૂકવવામાં આવેલ વળતરની દરખાસ્તમાં શંકા લાગતા આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આ દરખાસ્તમાં જણાવ્યા મુજબ એલઓપી હેઠળ મુકાયો 11 અસરગ્રસ્તોને કપાત સામે વળતર મનપા દ્વારા શીતલ પાર્ક મેઇન રોડને એલઓપી હેઠળ મુકયા બાદ કપાતમાં આવતી મિલકતોના અસરગ્રઇસ્તોને વળતર ચૂકવવા માટે તેમને સાંભળવામાં આવેલ આ અંતર્ગત 11 અસરગ્રસ્તોને વૈકિલ્પત વળતર પેટે એફએસઆઇનો લાભ આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શીતલપાર્ક શરુ કરી આખરીખંડ નં.-32/1/1 તથા 31/1 (નીલકંઠ પાર્ટી પ્લોટ)સુધી 9.00 મીટર ટી.પી. રસ્તો કરવામાં આવેલ. જે હાલ 18.00 મીટર ટી.પી. રસ્તો તથા 15.00 મીટર ટી.પી. રસ્તાને જોડતો એક-માત્ર રસ્તો થાય છે. જેથી આ હયાત 9.00 મીટર રસ્તાની પહોળાઈ ખુબ જ ઘટે છે.
જેથી આ રસ્તાની પહોળાઈ 12.00 મીટર કરવો ખુબ જ જરૂૂૂરી છે. વિશેષમાં ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત/અણબનાવ કે પછી આ રોડનું મેઈન્ટેનન્સ કામ કરવાની જરૂૂૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે આવા ટ્રાફિકવાળા રસ્તાનો ટ્રાફિક આ રસ્તામાં ડાઈવર્ઝન કરવાની જરૂૂૂરિયાત પડે અને 18.00 મીટર તથા 15.00 મીટર ટી.પી. રસ્તાને જોડતો આ 9.00 મીટર ટી.પી. રસ્તાની પહોળાઈ ટ્રાફિક માટે ખુબ જ સાંકળી પડે તેમ છે જેથી આ રસ્તાની પહોળાઈ વધારી 12.00 મીટર પહોળાઈનો રસ્તો કરવો અત્યંત જરૂૂૂરી હોવાથી ઉક્ત સંદર્ભ ક્રમાંક-1 ની ફાઈલે નિર્ણય થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મારફત ઉક્ત સંદર્ભ ક્રમાંક-2 ના ઠરાવથી ધી ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 ની કલમ-210 હેઠળ "લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત હયાત 9.00 મીટર ટી.પી. રસ્તાને 12.00 મીટર પહોળાઈનો રસ્તો કરવા માટે કાર્યવાહી હાથ ધરાવામાં આવેલ જે દરખાસ્ત એફએસઆઇ અને અન્ય વળતરમાં શંકા લાગતા અથવા આ મુદે કોઇ અસરગ્રસ્તે વાંધો ઉઠાવ્યો એવુ લાગતા દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.
11 એ.સી. અને નોન એ.સી. એમ્બ્યુલન્સ ખરીદાશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજરોજ અરજન્ટ દરખાસ્ત મંજૂર કરી તાત્કાલીક વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ઘણા સમયથી દર્દીઓની માંગણી હતી કે, એસી એબ્મ્યુલન્સ વસાવવામાં આવે આથી સ્ટેન્ડિંગ કમિટિએ તાત્કાલીક ધોરણે 5 એસી અને 6 નોનએસી એમ્બ્યુન્સ ખર્ચ મંજુર કરી તુરંત વર્કઓર્ડર આપી તાત્કાલીક એમ્બ્યુન્સની ખરીદીનો આદેશ આપ્યો છે.
કામો અને ખર્ચની વિગત
આર્થિક તબીબી સહાય 5,92,784
કાર્યક્રમ ખર્ચ 96,56,616
મેનપાવર 1,70,50,742
ડી.આઈ. પાઈપલાઈન 2,92,15,070
શાળા/લાયબ્રેરી (બાંધકામ) 15,98,07,684
સ્ટોર્મ વોટર ડ્રેઈન 93,70,208
આરોગ્ય વિભાગ 7,66,17,697
વાહન ખરીદી 4,06,59,600
વોટર વર્કસ 6,36,45,982
ગાર્ડન 1,03,45,489
નવી વોર્ડ ઓફીસ /નવુ ફાયર સ્ટેશન 21,43,14,538
મશીનરી 1,94,85,000
નવા કોમ્યુનિટી હોલ / પાર્ટી પ્લોટ 16,34,45,788
બિલ્ડીંગ કામ/નવીનીકરણ 30,93,237
લાઈટીંગ / રોશની 13,24,040
ફૂટપાથ / રોડ ડીવાઇડર 47,52,382
આવાસ યોજના 16,61,13,647
સ્કુલ બેગ 3,46,800
પમ્પીંગ સ્ટેશન (જઙજ) 2,09,58,765
કુલ ખર્ચ: 1,01,07,96,069