મનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રજા ઉપર 150 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છતાં બજેટના અભ્યાસ માટે આજથી સ્ટેન્ડીંગ કમિટિના સભ્યોએ મીટીંગનો દૌર શરૂ કર્યો છે. અંદાજે એક સપ્તાહ બજેટમાં સુચવેલા તમામ પ્રોજેક્ટો અંગે ચર્ચા હાથ ધરાશે જેની સામે મિલ્કતવેરો તથા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ચાર્જ અને ફાયર ચાર્જ અંગેની પણ અલગથી ચર્ચા કરી પ્રજાજનો ઉપર ઝીંકવામાં આવેલ કમ્મરતોડ કરબોજ રાખવોક ે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.
દર વર્ષની માફક બજેટ ચર્ચા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા ફાઈનલ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. જેમાં કમિશનર દ્વારા સુચીત બજેટમાં સુચવવામાં આવેલા કરવધારા પૈકી અમુક રદ કરી તેમજ અમુક કરમાં કાપકુપ મુકી શહેરીજનોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરાતો આવ્યો છે. તેવી જ રીતે આ વખતે પણ સુચવેલા કરવેરામાં રાહત સાથે મહદઅંશે વધારો ઝીંકવાની સંભાવના જોવાઈ રહી છે.
ચાલુ વર્ષ 2024-25નું રિવાઈઝ્ડ તથા આગામી વર્ષ 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવેલ છે. આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળેલ છે. આ મિટીંગમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યઓ દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગશીયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન રાણપરા, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, બીપીનભાઈ બેરા, ડો. નેહલભાઈ શુક્લ, રૂૂચીતાબેન જોષી તથા નાયબ કમિશનર મહેશ જાની, સી.કે.નંદાણી તથા એચ.આર.પટેલ સહીત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ હાજર રહેલ.