સાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશ
ફૂડ વિભાગનું 19 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 7ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ, રાજકોટ મુકામે આવેલ નસ્ત્રસાંઝા ચૂલા (એક્ઝોટીક ફૂડ) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ લોટમાં જીવાતવાળો જણાય આવતા તેમજ તથા એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ -બ્રેડ, પીઝા બેઇઝ વાસી જણાય આવતા કુલ મળીને 19 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે આવેલ બલી પંજાબી ઢાબાસ્ત્રસ્ત્ર પેઢીની તપાસ કરતા સ્થળ પર ઉપયોગમાં લેવાતા વાસી બટેટા તથા બાફેલ દાળ સંગ્રહ કરેલ મળી આવતા કુલ મળી 08 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા રામકૃષ્ણનગર, બગીચા સામે, રાજકોટ મુકામે આવેલ જય કૈલાશ નમકીન લી. પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર લાયસન્સ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ અને કાલાવડ રોડ, સાંઝા ચૂલા પાસે, રાજકોટ મુકામે આવેલ કઙક કાફે પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. શહેરના આનંદ બંગલા ચોક થી મહાદેવવાડી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.
તેમજ ખાધ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. ફૂડ વિભાગ દ્વારા (01)એગ વર્લ્ડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જન્નત એગ્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)કેકસા આઇસ ડિશ ગોલા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના બ્રેડ પકોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શિવ શક્તિ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રઘુવીર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ખોડિયાર ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (08)જલારામ વડાપાઉં (09)બાલાજી વડાપાઉં (10)ઠાકર વડાપાઉં (11)પટેલ વડાપાઉં (12)જલારામ ગૃહ ઉદ્યોગ (13)ગણેશ ઘૂઘરા (14)મારુતિ ઘૂઘરા (15)વિરલ નમકીન (16)બાલાજી પાણીપૂરી (17)અમૂલ ભૂંગળા બટેટા (18)જજ આઇસ્ક્રીમ (19)સુરતી ખજાના એગ્ઝની ચકાસણી કરવામાં આવેલ હતી.
પાંચ સ્થળેથી લૂઝ દૂધ અને પાપડના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજરોજ (1) બફેલો મિલ્ક (લુઝ): સ્થળ- ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપ, વરદાન કોમ્પલેક્ષ, પર્ણકુટી પોલીસ ચોકી પાસે, (2) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ગોકુલ ડેરી ફાર્મ, જેનીલ પ્લાઝા, ગ્રા. ફલોર, કૈલાશ પાર્ક-1, નંદનવન સામે, (3) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રીજી ડેરી ફાર્મ, રામપાર્ક મેઇન રોડ, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, (4) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રીરામ ડેરી ફાર્મ, અમૃત પાર્ટી પ્લોટ સામે, ડી-માર્ટ પાસેનો 50થ ફૂટ ખીજડાવાળો રોડ, હોમચીફ અદડ પાપડ 200 ગ્રામ પેકીંગ સ્થળ- એવન્યુ સુપર માર્ટ લી, પ્લોટ નં.01, વિઝન હાઇસ્કૂલ પાસે, કુવાડવા રોડ, સહિતના સ્થળેથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.