સ્ટે. ચેરમેનની ચતુરાઈ: 48 માર્ગોના બદલે આખા શહેરનું કામ બટકાવી દીધું
સ્પીડ બ્રેકર થર્મો પ્લાસ્ટની રાજમાર્ગની દરખાસ્ત પરત કરી ઓછા ભાવમાં શેરી-ગલીઓના કામ પણ કરાવી લીધા
કાલે મનપાની સ્ટેન્ડિંગની બેઠક, 67 દરખાસ્તને અપાશે મંજૂરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. અલગ અલગ પ્રોજેક્ટના કામની કુલ 67 દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. જે પૈકી ગત સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ શહેરના રાજમાર્ગો ઉપર થર્મો પ્લાસ્ટથી રોડ માર્કિંગ કરવાની પરત થયેલ તે દરખાસ્ત ફરી વખત એ જ એજન્સી દ્વારા ઓછા ભાવથી રજૂ કરવામાં આવી છે. જેનું કારણ ત સ્ટેન્ડીંગમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર રાજમા ર્ગોના સ્પીડ બેકરો, થર્મો પ્લાસ્ટ કરવા અંગે શંકા ઉપજાવેલ કારણ કે, રાજમાર્ગો ઉપર સ્પીડ બ્રેકરો હોતા જ નથી. આથી આ દરખાસ્ત પરત કરી ત્રણેય ઝોનમાં શેરી-ગલીઓ અને રાજમાર્ગો સહિતના કામો કરવામાં આવે તેમ જણાવતા એજન્સીએ આજે આખા રાજકોટનું થર્મો પ્લાસ્ટ કરવાની દરખાસ્ત ઓછાભાવથી રજૂ કરતા સ્ટન્ડીંગ ચેરમેને પ્રજાના કરોડો રૂપિયા ફરી વખત બચાવ્યા છે.
મનપાની સ્ટેન્ડીં કમિટિની બેઠકમાં ગત વખતે પરત થયેલ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ અને આ મુદ્દે સ્ટેન્ડીંગચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, શહેરના 48 રાજમાર્ગો ઉપર સ્પીડ બ્રેકર છે જ નહીં છતાં થર્મો પ્લાસ્ટ કરવા માટે 1.8 કરોડની દરખાસ્ત રજૂ થયેલ તેમજ અલગ અલ ઝોનની દરખાસ્ત આવેલ આથી આ દરખાસ્ત શંકાસ્પદ લાગતા પરત ફરેલ અને સાથો સાથ ત્રણેય ઝોનના રાજમાર્ગો સાથે શેરીઓ ગલિઓના સ્પીડ બ્રેકરો પણ થર્મોપ્લાસ્ટ કરવામાં આવે અને તે મુજબની દરખાસ્ત તૈયાર કરવાની સુચના આપતા વિનાયક કોર્પોરેશન દ્વારા ફરી વખત 32 ટકા ડાઉન પેમેન્ટથી હવે રૂા. 1.1 કરોડના ખર્ચે 48 રાજ માર્ગો ઉપરાંત તમામ શેરીઓ-ગલીઓના સ્પીડ બ્રેકરો ઉપર પણ થર્મોપ્લાસ્ટ કરશે એક અંદાજ મુજબ એક વોર્ડમાં 80થી વધુ સ્પીડબ્રેકરો હોવાનું ચેરમેને જણાવ્યું હતું. તેવી જ રીતે આખુ વર્ષ એજન્સી દ્વારા થર્મો પ્લાસ્ટનો કલર ઉખડી જાય ત્યારે ફરી વખત કરવાનો રહેશે. તે શરતે કામ આપવામાં આવશે. આમ સ્ટેન્ડીંગચેરમેનની ચતુરાઈના કારણે ખાલી રાજમાર્ગોના ખર્ચનું નામ આખા રાજકોટ શહેરનું એજન્સીને આપી દેવામાં આવ્યું છે.
મનપાની સ્ટેન્ડીંગમાં આવતી કાલે થર્મો પ્લાસ્ટ તેમજ કટારિયા સર્કલે ઓવરબ્રીજ તથા અલગ અલગ કિસ્સાઓમાં કર્મચારીઓને તબીબી સહાય તેમજ મોટાભાગની દરખાસ્ત જનભાગીદારીથી શેરીઓમાં તેમજ રોડની સાઈડમાં પેવીંગ બ્લોક નાખવાની સૌથી વધુ આવી છે. તેવી જ રીતે બાકી રહી યેલા વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાની અને મેટલીં કામ તેમજ પેવર કામ સહિતની 67 દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે સંભવત તમામ ખર્ચ મંજુર કરાશે.
કેકેવી મલ્ટિલેવલ બ્રિજ નીચે સ્પોર્ટસ એક્ટિવિટી કરાશે
મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક ખાતે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ બ્રીજ નીચે પરિમલ સ્કૂલ સામે ફરી વખત બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સ્કેટીંગ અને ઈન્ડોર ગેમ્સ તથા પીકલબોલ સહિતના સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરવામાં આવશે. સરકારની સુચના અનુસાર મલ્ટીલેવલ બ્રીજ નીચે અન્ય સ્પોર્ટ્સની સાથે મહાનગરપાલિકાએ બોક્સ ક્રિકેટ બનાવવાનું સાહસ ફરી વખત કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા શહેરમાં ત્રણ સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવા સામે લોકોનો વિરોધ થતાં આ યોજના પડતી મુકવામાં આવી હતી. અને તે સમયે જાહેરાત થયેલ કે કોર્પોરેશન હવે પછી ક્યારેય બોક્સ ક્રિકેટ નહીં બનાવે છતાં મલ્ટીલેવલ બ્રીજ નીચે બોક્સ ક્રિકેટ બનાવવાની દરખાસ્ત આવતા સંભવત આવતી કાલે મંજુર કરવામાં આવશે.
કટારિયા સર્કલ આઈકોનિક બ્રિજના 141 કરોડના કામને મંજૂરી
ગાવર ક્ધટ્રક્શન અને બેકબોન ક્ધટ્રક્શન પ્રા.લી. દ્વારા 30 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરાશે, ટૂંક સમયમાં ખાતમૂહુર્ત
ગુજરાત મિરર, રાજકોટ તા. 6
રાજકોટ શહેરના કાલાવડ રોડને રીંગરોડ-2 સાથે જોડતા કટારિયા સર્કલ ઉપર આઈકોનીક બ્રીજ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ જેની બીન પ્રક્રિયા પૂર્ણ થતાં દરખાસ્ત તૈયાર કરેલ જેમાં નિયમ મુજબ જોઈન્ટ વેન્ચર મુજબ કામ આપવાનું હોય એલવન આવેલ ાવર ક્ધટ્રક્શન લીમીટેડ અને બેકબોન પ્રાઈવેટ લિમિટેડને રૂા. 141.73 કરોડના ખર્ચે કામ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે ગઈકાલે મંજુર કરવામાં આવશે. આ બ્રીજ માટેનું એસ્ટીમેન્ટ 124 કરોડનું તૈયાર કરવામાં આવેલ જેમાં 14.23 ટકા ઓનથી સૌથી નીચુ ટેન્ડર આવતા હવે આ કામ આ બન્ને એજન્સીને આપવામાં આવશે. જેનું ખાતમુહુર્ત ટુંક સમયમાં કરાશે ડિઝાઈન મુજબ અંડરબ્રીજ અને ઓવરબ્રીજનું કામ 30 મહિનામાં પુર્ણ કરવાનું રહેશે. તે શરતે કામ આપવામાં આવ્યું છે.
કટારિયા ચોકડી ખાતે તૈયાર થનાર અંડરબ્રીજ તથા ફ્લાય ઓવરબ્રીજનું કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. કાલાવડ રોડ ઉપર ફ્લાય ઓવરબ્રીજ તથા બીજા 150 ફૂટ રીંગ રોડ પર અંડરપાસ બનાવવામાં આવશે જેમાં કાલાવડ રોડ ઉપરનો ઓવરબ્રીજ જલારામ ફૂડકોર્ટથી શરૂ થઈ કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા પૂર્ણ થસે જ્યારે રીંગરોડ-2 ઉપર તૈયાર થનાર અંડરપાસ ઘંટશ્ર્વર તરફથી આવતા લક્ષ્મીના ઢોળા વાળા બ્રીજથી શરૂ થઈ કટારિયા સર્કલ બાદ રંગોલી આવાસ યોજના વાળા 18 મીટરના ગોંડલતરફના રોડ પર પૂર્ણ થશે.
કટારિયા ચોકડીએ ફ્લાય ઓવરબ્રીજ તથા અંડરપાસ બનાવવામાં આવશે. જેમાં કાલાવડ રોડ ઉપર આશરે 744 મીટર લંબાઈ તથા 23.10 મીટર પહોળાઈમાં 3+3 આરસીસી બ્રીજ તથા કેબલ સ્ટ્રેઈડ બ્રીજ 160 મીટર અને 40 મીટર સર્વિસ રોડ તેમજ ફુટપાથ તૈયાર કરાશે જ્યારે બીજા રીંગ રોડ ઉપર 459 મીટરની લંબાઈ તથા બન્ને તરફ સર્વિસ રોડ તેમજ ફુટપાથ સાથે અંડરપાસ તૈયાર કરવામાં આવશે.
સાગરનગર અને બેટ દ્વારકાના 196 પરિવારોને મળશે ફક્ત 55,000માં આવાસ
શહેરના વોર્ડ નં. 6 માં પ્રધુમ્ન પાર્ક પાસે સાગરનગર અને બેટદ્વારકા સ્લમ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં આવેલ તળાવને રીડેવલપ કરીને ત્યાં આઈકોનીક બ્રીજ બનાવવાનો થાય છે. આથી સદરહુ સ્લમ વિસ્તારના લાભાર્થીઓને આ વિસ્તારની નજીકમાં આવેલ રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ગોકુલનગર આવાસ યોજનામાં 68 આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્માર્ટઘર-4ઇ (પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશિપ) અંતર્ગત ખાલી રહેલ 128 આવાસો મળીને કુલ 196 આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા સાગરનગર અને બેટદ્વારકાના 196 ઉપરાંતના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-અનટેનેબલ સ્લમ રીલોકેશન કેટેગરી અંતર્ગત ટી.પી. 31, એફ.પી. 31/અ તથા 31/4 ઉપર સ્માર્ટઘર-6 (શહીદ રાજગુરૂૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ 1538 આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા લાભાર્થીઓ માટે જે તે યોજના મુજબ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ફાળો તથા ચાર્જીસ ભરપાઇ કરાવવા સંદર્ભ 1 થી ઠરાવ થઇ આવેલ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અનકેનેબલ કેટેગરી અંતર્ગત 161 સ્માર્ટઘર વીર તાતિયા તોપે ટાઉનશીપના 528 આવાસોમાં લલુડી વોકળીના સ્લમ વિસ્તારના લોકોને સમાવીસ્ટ કરવામાં આવશે. બન્ને સ્લમ વિસ્તારના 196 પરિવારોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ઠરાવ અગાઉ થઈ ગયેલ હોય ટુંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.