For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LRDની લેખિત પરીક્ષા માટે ST નિગમ શનિ-રવિ વધારાની બસ દોડાવશે

05:24 PM Jun 10, 2025 IST | Bhumika
lrdની લેખિત પરીક્ષા માટે st નિગમ શનિ રવિ વધારાની બસ દોડાવશે

Advertisement

આગામી રવિવારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારાલોક રક્ષક ભરતીની લેખીત પરિક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્રો પર સરળતાથી પોહંચી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસો દોડાવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.-15 જૂને સવારે 9.30 થી 12.30 સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.
આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂૂરિયાત મુજબ તા.-14 અને તા.-15 દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ વિિંાં://લતિભિં.શક્ષ ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારો વધુ પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement