એસ.ટી. બસનો તૂટેલો કાચ ઉચ્ચસ્તરીએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં બદલાયો
04:58 PM Nov 27, 2025 IST | Bhumika
તલગાજરડા (મહુવા) રાજકોટ દ્વારકા બસ નંબર GJ-18-Z 6938 મહુવા ડેપોની બસમાં ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસમાં (ડ્રાઇવરની આગળનો કાચ) અસંખ્ય ગણી ન શકાય એટલી બધી તિરાડો હોય અને કાચ તૂટેલો હોય અને તેમ છતાં ઓન ધ રોડ ચલાવવામાં આવતી હતી અને ડ્રાઇવર અને મુસાફરના માથે મોતની લટકતી તલવાર હોય મહુવા ડેપોની મોતની સવારી આ બસ અંગે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત વિઝીટ લેતા મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાનું ધ્યાન પડતાં તાત્કાલિક તેઓએ ફોટા સાથે ઉચ્ચસ્તરીય રજૂઆત કરતા એસ.ટી નું તંત્ર જાગી ગયું અને એક્શનમાં આવ્યું મોતની સવારીની માફક ચાલતી આ બસનો કાચ 24 કલાકમાં બદલવાની ફરજ પડી હતી.
Advertisement
Advertisement