For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

12:56 PM Oct 17, 2024 IST | Bhumika
એસ ટી  બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે  સંઘવી
Advertisement

ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ કાર્યક્રમમા એક નિવેદન આપ્યુ હતુ. એસ.ટી બસમાં મુસાફરીને લઈને હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યુ છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત એસટીને લઈને એક મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં એસટી બસ સેવામાં સુધારો કરવામાં આવશે. હવે કોઈપણ એક શહેરથી બીજા કોઈપણ શહેરમાં જવા આવવા માટે જો તમે આખી બસનું બુકિંગ કરાવશો તો એસટી બસ તમારા ઘરના આંગણા સુધી આવી જશે.

Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં પ્રાઇવેટ બસો દ્વારા જનતાને જે સુવિધાઓ આપવામાં આવે છે. તેવી જ સુવિધાઓ હવે ગુજરાત એસ.ટીની બસોમાં પણ આપવામાં આવશે. જેથી લોકો આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષીત રીતે જઈ શકશે. તેમણે કહ્યુ કે, સમગ્ર રાજ્યના તમામ નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ મળશે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગુજરાત એસટી દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર હોય એટલે લોકો એક બીજાને મળવા માટે મુસાફરી કરતા હોય છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટે ઘણુ હેરાન થવુ પડતુ હોય છે. બસોમાં લોકોનો ઘસારો એટલો હોય છે કે બેસવા માટે જગ્યા પણ માંડ મળતી હોય છે. અમુક સમયે મસગ્ર મુસાફરી દરમિયાન બસમાં ઉભા રહેવાનો પણ વારો આવી શકે છે. ત્યારે હવે દિવાળીના વેકેશન ગુજરાત એસટીએ લોકો માટે ખાસ સુવિધા કરી છે. સુરતથી ભાવનગર અને અમરેલી જેવા શહેરોમાં આવવા-જવા માટે એસટી તંત્ર તરફથી બસોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ મુસાફરને આવવા જવામાં તકલીફનો સામનો ન કરવો પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement