ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વરસાદમાં વાઈપર વગર દોડાવાતી ST બસ

05:01 PM Jun 20, 2025 IST | Bhumika
Advertisement

ચોમાસાની સિઝનમાં ભંગાર અને ખખડધજ બસો નહીં ચલાવવા મુસાફર હિતરક્ષક સમિતિની માં

Advertisement

જામનગર રાજકોટ જામનગર રૂૂટની જામનગર ડેપો ની બસ નંબર GJ-18Z 6601 રાજકોટ થી બપોરના 3-30 વાગે ઉપડતી આ બસ માં વાઇપર હતું જ નથી અને ડ્રાઇવરને પાછળ વાહન દેખાય તે માટેનો મિરર હોવો જરૂૂરી છે પરંતુ મિરર પણ બસમાં ન હોવાને પગલે હાઇવે પર આવી એસ.ટી બસોમાં મુસાફરી કરનારા મુસાફરો અને એસ.ટી બસના ડ્રાઇવર માટે જોખમ છે. આ બસ અંગે હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ જામનગર ડેપો મેનેજર ને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હવે આ પ્રકારની લાલીયાવાળી ચલાવવામાં આવશે નહીં ત્યારે ડેપો મેનેજરે કહ્યું હતું કે આ લાલિયાવાડી નથી ગજુભા એ કહ્યું તો શું છે?

ડેપો મેનેજર એ કહ્યું એકાદ બસમાં આ પ્રકારની ખામી હોય તેને લાલીયાવાડી ન કહી શકાય ડેપો મેનેજરને આ વાત સાથે સમિતિ એટલા માટે સંમત નથી કે અમદાવાદની દુર્ઘટનામાં આ બોઈંગ વિમાન જુનુ અને ખખડધજ હતું અને આ એક વિમાનમાં જ ખામી હતી કારણ કે એકાદ બસમાં પણ શા માટે આવી બેદરકારી અને લાપરવાહી મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ.જે પ્રકારે તોતિંગ ટૂંકા ગાળામાં 35% ભાડા વધારો કરી મુસાફરોના ખીસા ખંખેરી સરકાર વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂૂપિયાની કમાણી કરી રહી છે એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે અને તેમ છતાં હાઇવે પર ભંગાર બસો ચલાવનારા ની બેદરકારી અને લાપરવાહી કોઈપણ સંજોગોમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ચલાવી લેશે નહીં જેની દરેક ડેપો મેનેજરો નોંધ લે.

ડેપો મેનેજરો અને વર્કશોપના જવાબદાર ઇજનેરોની આ પ્રકારની ગંભીર બેદરકારી અને લાપરવાહી કોઈક નો લાડકવાયો કે કોઈક નો કંધોતર છીનવી લે એ પહેલા આ પ્રકારની બસો જો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે કે ગ્રામ્ય લેવલે ચલાવવામાં આવતી હોય તો એસ.ટી.ની વડી કચેરી આ અંગે જવાબદારી ફિક્સ કરે અને લાઈન ચેકિંગ ના સાહેબો ફક્ત ટિકિટ ચેક કરવાને બદલે આ પ્રકારની મુસાફરોના મોતને આમંત્રણ દેતી બસોની નોંધ પણ કરી વડી કચેરીને જે તે ડેપો મેનેજરોના અને જવાબદાર અધિકારીઓની બેદરકારીની જાણ કરે એવી માંગ છે. ગુજરાત એસ.ટીમાં મુસાફરી કરતા તમામ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા મુસાફરોને જણાવવાનું કે બસમાં બેસીએ ત્યારે બસમાં કોઈ ખામી હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરવી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsST bus
Advertisement
Next Article
Advertisement