ભાવનગર પાસે પદયાત્રી સંઘ પર ST બસ ફરી વળી: એક મોત, ચાર ઘાયલ
આણંદથી ઉંચાકોટડા જતાં ભાવિકો સાથે બનેલો બનાવ : બસે એક કિલોમીટર સુધી તબાહી મચાવી
આણંદ જિલ્લાના પદ યાત્રીઓનો સંઘ ઉંચા કોટડા સ્થિત માં ચામુંડા ના દર્શને આવી રહ્યો હતો. આ સંઘ ભાવનગરના તળાજા હાઇવે પર તણસા ગામથી આગળ ચાલી રહ્યો હતો એ સમયે પાછળ થી આવતી ભાવનગર તળાજા ઝાંઝમેર રૂૂટ ની એસ.ટી.બસના ચાલકે પાંચેક જેટલા પડયાત્રી અને તેની સાથેના વાહન ને હડફેટે લેવાનું શરૂૂ કર્યું હતું.જે એકાદ કિમિ સુધી હડફેટે લીધા હતા જેમાં એક વૃદ્ધ પદ યાત્રીનું મૃત્યુ નીપજયું હતુ. ઇજાગ્રસ્ત ને ભાવનગર 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા.
ચકચાર મચાવતા અકસ્માત ના બનાવ અંગે ની મળતી વિગતો મુજબ આણંદ જિલ્લામાંથી માં ચામુંડા ના ત્રીસેક જેટલા ભક્તો પગપાળા મહુવા તાલુકાના ઉંચા કોટડા સ્થિત માતાજીના મંદિરે આવી રહ્યા હતા.આ સંઘ તણસા ગામ વટી તળાજા તરફ આવી રહ્યો હતો.સાંજ ઢળી ગઈ હતી તે સમયે એસ.ટી.બસ નં.જીજે 18-ઝેડ-4712 ના ચાલકે નંદની હોટલ થી આગળ આવતી છેક ખોડિયાર હોટલ સુધી પદ યાત્રીઓ અને તેના વાહન ને હડફેટે લેવાનું શરૂૂ કર્યું હતું.જેમાં પડયાત્રી રાજીભાઈ મંગાભાઈ રાવળ ઉ.વ.56 નું ઘટના સ્થલેજ મૃત્યુ નિપજેલ.જ્યારે તેમના પૌત્ર સાવન સહિતના પાંચેક વ્યક્તિ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ ના પગલે પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ ને કોલ કરી દોડાવવામા આવી હતી.સૂત્રોએ ઉમેર્યું હતુંકે એસ.ટી ના ચાલકે તણસા બ્રિઝ વટીને જ એક સોળવદરી ગામના વ્યક્તિ ને હડફેટે લીધેલ.
સૂત્રોનું સાચું માનવામાં આવે તો એસ.ટી બસના ચાલકે સંઘ ના વાહન સહિત અનેકને હડફેટે લીધા હતા.અડધો કિ.મિ સુધી તો યાત્રી ઢસડાએલ.બાદ આ બસના ચાલક ને નજીક ની હોટલ મા સંતાડી દેવામાં આવતા પદ યાત્રીઓ ને ખબર પડી જતા ત્યાં ટોળું પહોંચ્યું હતું. મામલો તંગ બન્યો હતો.
(તસ્વીર : વિપુલ હિરાણી)