રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો ઘવાયા હતા અને તેઓને તાબડતોડ 108 મારફતે રાજોસકટની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.
બનાવની મળતી વિગતોઅનુસાર ઉંડવા માંડલી બોર્ડરથી જામખંભાળિયા જતી એસટી બસ રાજકોટના કુવાડવા રોડ સાત હનુમાન પાસે બ્રિજ નજીક પહોંચતા અચાનક પલ્ટી ખાઈ ગઈહતી.
તેમાં અંદાજીત 25 જેટલા મુસાફર હોવાનું જાણવા મળ્યું હતું જો કે, આ અકસ્માતની ઘટનના આઠથી દશ લોકો ઘવાયા હતાં. તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
ઘવાયેલાઓમાં કંડક્ટર નરેન્દ્રભાઈ નાનજીભાઈ (ઉ.વ.49) રહે. ડાવલી ગામ, મોડાસા), પંકજ કુમાર કાળુભાઈ આંસારી (ઉ.વ.23), શોભાબેન અશોકભાઈ (રહે. અમદાવાદ), શ્યામભાઈ દિલીપભાઈ વાયા (રહે. જામ ખંભાળિયા), ચેતન કનુભાઈ (રહે. દેવભૂમિ દ્વારકા) અને બારૈયા ભરતભાઈ સુરમાભાઈ (રહે. માલપુર)નો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનાને પગલે ત્રણથી ચાર 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તેમજ કુવાડવા પોલીસે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલે પણ ઘરેથીતમામ સ્ટાફને ઈમરજન્સીમાં બોલાવી ખડેપગે રાખ્યો હતો. તબીબી સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, હાલ તમામની સ્થિતિ સુધારા પર છે.