રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસ.ટી. બસના ડ્રાઇવરને ઓવર ટાઇમ કરાવવાની ભૂલ ભારે પડી: ઝોકું આવી જતા મહિલાને ઉલાળતાં મોત

04:25 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બગસરા એસ.ટી. તંત્રની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી રાત આખી ડ્રાઇવીંગ કરીને આવેલા ડ્રાઇવરને રાજકોટ ધકેલી દીધો હતો. જેના કારણે ડ્રાઇવરને ઝોકુ આવી જતા કોઠારીયા સોલવન્ટ પાસે મહીલાને ઉલાળતા સામેથી આવતી બસ હેઠળ કચડાઇ જતા મહીલાનું મોત નિપજયું હતું.

જાણવા મળતી માહિતી મુજબ બગસરા એસ ટી ડેપોના અધિકારી જે ડ્રાઈવરને બગસરા થી રાજકોટ રૂૂટની બસમાં મોકલવામાં આવેલો હતો તે ડ્રાઈવર હજુ તો 12 કલાકની નોકરી કરીને ઉતરિયો હતો કે તરતજ અન્ય નોકરી સોંપી દેવામાં આવેલી હતી. જેના હિસાબે આ ડ્રાઈવર નીંદર પૂરી ના થયેલ હોવાથી રસ્તામાં જોકુ આવી જતા અક્સ્માત સર્જાયો હતો.

ડ્રાઈવર વહેલી સવારે 5 કલાકે સુરતથી બગસરા બસ લઈને પહોંચેલ હતો કે અઘોર તંત્ર દ્વારા તેને 5.30 એ ઉપડતી બગસરા થી રાજકોટ બસમાં ડ્રાઈવર દ્વારા કહેવાથી તેની ઓવર ટાઇમની નોકરી લખી નાખી હતી. તો આ ડ્રાઈવરને અસહ્ય થાક લાગેલ હોવાથી બગસરા થી ઉપાડતા કોઠારીયા પાસે એક મહિલા ડીવાયડર ઉપર ઊભેલી હતી જ્યારે ડ્રાયવરને જોકું આવી જતા ઠોકર મારી હતી ત્યારે આ મહિલા બીજી તરફ આવતી રાજકોટ સોમનાથ દીવ બસમાં પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું. બગસરા એસ ટી ડેપોની ઘોર બેદરકારીના લીધે આ અક્સ્માત સર્જાયો હતો. જ્યારે કોઈ પણ ડ્રાઈવર 12 કલાકની નોકરી કરીને આવે ત્યાર બાદ તેને ઓછામાં ઓછો 8 કલાકનો રેસ્ટ આપવો પડે પરંતુ આ ડેપો ના અણઘણ વહીવટના લીધે ફરી પાછી નોકરી સોંપાઈ હતી.

જ્યારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું કે આ ડ્રાઈવર દ્વારા મારી પાસે કરી ફરી નોકરી માગવામાં આવેલ હતી એટલે અમોએ નોકરી સોંપી હતી. તેમના લાગતા વળગતા માનીતા ડ્રાઇવર કંડક્ટરોને નજીકની નોકરી આપવામાં આવે છે અને તે નોકરી બપોરે પૂરી થઈ જાય છે અને તે લોકો બીજા ધંધો પણ કરતા હોય છે
જો આવી જ રીતે ડ્રાઈવરો દ્વારા ઓવર ટાઇમ માટે કહેવાથી નોકરી આપવામાં આવે તો બસ માં બેઠેલા 50 થી 60 જેટલા મુસાફરોની જવાબદારી કોની આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે.

Tags :
accidentdeathgujaratgujarat newsST. Bus
Advertisement
Next Article
Advertisement