જામકંડોરણા પાસે એસ.ટી. બસ દિવાલ તોડી કારખાનામાં ઘુસી ગઇ, ચારને ઇજા
ધોરાજીનાં જામકંડોરણા રોડ પર એસટી બસનો અકસ્માત સર્જાયો જેમાં ચાર પેસેન્જરો ને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલ ભગવતિ પોલીમરસ વેગડી ગામ નજીક આવેલ ત્યાં પસાર થઈ એસટી બસને કોઈ અજાણ્યો જેસીબી ચાલકે કાર આડે નાખતા એસટી બસનાં ડ્રાઇવરથી કાબુ ગુમાવતા એસટી બસ ભગવતી પોલીમર્સ નામનાં પ્લાસ્ટિક નાં કારખાનાની દિવાલને તોડીને અંદરનાં ભાગમાં ઘુસી ગયેલ જોવા મળેલ.
આ અકસ્માતમાં અંદાજે 40 થી 45 પેસેન્જર અને ડ્રાઈવર અને કંડકટરનો કુદરતી આબાદ બચાવ થયો હતો પણ આ અકસ્માતમાં ચાર ડ્રાઈવર સહિતનાં પેસેન્જરોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા પેસેન્જરોનાં જે તે સગાં વહાલાં ત્યાં પહોંચી ગયા હતા અને પોતાની સગવડતા કરીને નિકળી ગયા હતા અને એસટી બસનાં ડ્રાઇવરનાં જણાવ્યા અનુસાર જેસીબીનો વાંક હોવાં છતાં માથાકૂટ કરવામાં આવેલ તેનો વિડીયો પણ આપ્યો છે અને આ અકસ્માતમાં ભગવતી પોલીમર્સને અંદાજે ત્રણ લાખનું નુકસાન થયાનું અનુમાન છે અને એસટી વિભાગ આ નુકસાનીની ભરપાઈ કરે તેવું જણાવ્યું હતું.