ધો. 12ના પ્રશ્ર્નપત્રો ચૌધરી હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં સીલ
- પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત : ધો. 10ના પેપરો આવતીકાલે લવાશે: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સજ્જ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 11 માર્ચતી ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજકોટ ડીઈઓ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અને દોરણ 12ના પ્રશ્ર્નપત્રો આજે રાજકોટ ખાતે લઈ આવવામાં આવ્યા હતાં અને ચૌધરી હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ધો. 10ના પ્રશ્ર્નપત્ર આવતીકાલે રાજકોટ લાવવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં 2851 જેટલા બ્લોકમાં કુલ 80,510 છાત્રો પરીક્ષા આવશે બોર્ડની પરીક્ષા માટે શઙેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ છાત્રોને પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યા ઉભી થાય તો તેના માટે જિલ્લાના વિવિધ 10 સ્થળોએ હેલ્પલાઈન સેન્ટર પણ કાર્યરત કરવામા આવ્યા છે. જિલ્લાના તમામ કેન્દ્રો, બિલ્ડીંગો અને બ્લોક સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.
ધોરણ 10 અને ધોરણ 12માં બન્નેમાં પાંચ-પાંચ ઝોન રાખવામાં આવ્યા છે. પેપર તપાસણી માટેના શિક્ષશ્રકોના ઓર્ડરો પણ વિદ્યયાર્થીઓની હોલટિકિટની સાથે જ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથો સાથ પેપરોની તપાસણી માટેના મુલ્યાંકન કેન્દ્રોને જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 4, કોમર્સનું-1 અને ધોરણ 10ના ત્રણ પેપરની ચકાસણી રાજકોટમાં થશે.
પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનનું સેન્ટર રાજકોટને ફાળવવામાં આવ્યું હોય તંત્ર દ્વારા ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં આજે સાંજે ધો. 12ના પ્રશ્ર્નપત્રો આવી જતાં ચુસ્તબંદોબસ્ત વચ્ચે તેને સ્ટ્રોંગરૂમમાં શીલ કરવામાં આવ્યા છે. તેમજ ધો. 10ના આવતીકાલે સવારે રાજકોટ લવાશે ત્યારબાદ તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પ્રશ્ર્નપત્રની ફાળવણી કરવામા આવશે.
પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય ટીમ રહેશે ખડેપગે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સ્ટેન્ડ બાય રહેશે. પરીક્ષા દરમિયાન આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓને શારીરિક તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર માટે સ્થળ સંચાલકોને ડોક્ટરોના નંબર મોકલી અપાયાં છે. શહેર ઉઊઘ કચેરી દ્વારા હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રના નંબરની યાદી સ્થળ સંચાલકોને મોકલી આપી છે. આ સિવાય વોર્ડમાં આવેલા મેડિકલ ઓફિસરના નામ, ઈ-મેઈલ આઈડી અને કોન્ટેક્ટ નંબર મોકલી આપવામાં આવ્યાં છે. જેથી ઈમરજન્સી દરમિયાન સ્થળ સંચાલક તેમના વિસ્તારના તબીબનો તાત્કાલિક સંપર્ક કરી શકશે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવાથી ક્યારેક મેડિકલ ઈમરજન્સી આવવાની ઘટનાઓ ઘટતી હોય છે. જોકે બોર્ડ પરીક્ષા દરમિયાન માત્ર સ્થળ સંચાલકને જ મોબાઈલ રાખવાની પરવાનગી આપવામાં આવેલી હોય છે. જેથી મેડિકલ ઈમરજન્સી વખતે ખંડ નિરિક્ષક કે કોઈ પાસે મોબાઈલ હોતો નથી. માટે તમામ ડોક્ટરની વિગતો પણ સ્થળ સંચાલકને જ મોકલી આપવામાં આવી છે.