ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસના નવા સહ-પ્રભારી તરીકે બે યુવા અને આક્રમક નેતાઓની નિમણૂક કરવામાં આવી છે: ઇટ શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણુંક કરવામાં આવી છે.
આ ફેરફારને ગુજરાતમાં કોંગ્રેસની આક્રમક રણનીતિ અપનાવવાના ભાગરૂૂપે જોવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના પગલે, ગુજરાતના અગાઉના સહ-પ્રભારીઓ ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારાવીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાં પણ મહત્ત્વની નિમણૂકો કરવામાં આવી છે.
પાર્ટી પ્રમુખે કરેલા આ સંગઠનાત્મક ફેરફારમાં, ગુજરાત કોંગ્રેસના સહ-પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારાવીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરબદલ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસને મજબૂત અને સક્રિય નેતૃત્વની જરૂૂર છે.નવા સહ-પ્રભારી BV શ્રીનિવાસનો ભૂતકાળમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો આક્રમક રેકોર્ડ રહ્યો છે, જ્યારે દેવેન્દ્ર યાદવે અગાઉ ગુજરાત NSUIના ઇન્ચાર્જ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી. આ બંને નેતાઓની આક્રમક છાપને કારણે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિમાં પરિવર્તન જોવા મળી શકે છે.