For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી

12:19 PM Aug 21, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં શ્રીકાર  મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી

જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું

Advertisement

જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના મોત એક યુવાન લાપતા, બંદરો ઉપર 3 નંબરના ભયજનક સીંગ્નલ લગાવાયા

"રાજ્યના 226 તાલુકાઓમા મેઘમહેર, 49 તાલુકામાં 3 ઇંચથી વધુ પાણી વરસ્યુ”

Advertisement

રાજ્યમાં 226 તાલુકાઓમાં ગઇકાલે અડધાથી લઇને 13॥ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ગઇકાલે સૌથી વધુ વરસાદની અસર છ જિલ્લાઓમાં જોવા મળેલ જે પૈકી જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 13॥ જેટલો વરસાદ વરસી જતા ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર થતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો ઉતારી સંપર્ક વિહોણા ગામોમાં રેસ્કયુની કામગીરી હાથ ધરાઇ હતી.

ગઇકાલે વરસાદે બે વ્યકિતનો ભોગ લીધો હતો. એક યુવક પૂરના પાણીમાં લાપતા થયાનુ જાણવા મળેલ છે. કુતિયાણાના અમર ગામે મકાન પર વીજળી પડતા એક મહિલા તથા માણાવદરમાં વીજળી પડતા એક યુવકનુ મોત નીપજ્યુ હતું. કલ્યાણપુરની સોમવતી નદીમાં યુવાન લાપતા થતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે. બંદરો ઉપર ભયજનક 3 નંબરનું સીંગ્નલ લગાવાયાભારે વરસાદથી અનેક કોઝવે તેમજ રસ્તાઓનુ ધોવાણ થઇ જતા વાહન વ્યહારને ભારે અસર પહોંચી હતી. તેમજ ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લઓમાં વ્યાપક વરસાદથી તારાજી થયાનુ જાણવા મળેલ છે. ગઇકાલે સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ખાબકયો હતો.તેમજ રાજ્યમાં 49 તાલુકઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસીયાના એહવાલ પ્રાપ્ત થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેંદરડા 13॥ ઇંચ, કેશોદ 11॥ ઇંચ, વંથલી 10॥। ઇંચ, પોરબંદર 10॥, ગણદેવી 9॥ ઇંચ, કપરાડા 9॥ ઇંચ, માણાવદર 8॥ ઇંચ, રાણાવાવ 7 ઇંચ, તાલાલા 5॥ ઇંચ, માંગરોળ-રાજુલા-વિરપુર 4॥ ઇંચ, ગીરગઢડા-ડાંગ-જૂનાગઢ-વલસાડ 3 ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. છેલ્લા 2 દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સતત ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થઇ ગયા હતા. ઉભા મોલ માટે આ વરસાદ અમૂક વિસ્તારોમાં આર્શીવાદ રૂપ સાબિત થયો હતો. જયારે વરસાદી પાણી ફરી વળવાને કારણે અનેક પંથકમાં પાકને ભારે નુકસાની થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે 6 જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. જેમાં વૃક્ષો ધરાશાય થવા તેમજ વીજ પોલ પડી જતા 163 ગામોમાં વીજપૂરવઠો ઠપ થવાની તેમજ ખેતી વાડી વિસ્તારોમાં 529 ફિડર ડેમજ થતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. જેમાં પોરબંદર 123, જૂનાગઢ 109, અમરેલી 48 તેમજ જામનગર જિલ્લામાં ફિડરો બંધ થયાનું જાણવા મળેલ છે. પીજીવીસીએલ દ્વારા સતત વીજપૂરવઠો પૂન: શરૂ કરવા માટે પૂરગ્રસ્ત વિસ્તરોમાં ટીમ દોડાવવામાં આવી રહી છે. જેની સામે આજે સવારથી સૌરાષ્ટ્ર ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય ભારે વરસાદની સંભાવના જોવાઇ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે રેસ્કયુ ટીમો તૈયાર કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.

જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દ્વારકામાં રેડએલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે 21મી તારીખે એટલે ગુરૂૂવારે દ્વારકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક સારા ઝાપટાં તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં સાંબેલાધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. તેમણે જણાવ્યું છે કે, તમામ પોર્ટ પર કઈજ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને 24મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે 21મી તારીખે એટલે ગુરુવારે દ્વારકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદમાં કોઈ ચેતવણી નથી. જ્યારે 22મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી લાગી રહી છે. આ દિવસે ક્યાંય ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement