પ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણમાં મોટા કોળી વાળાના રોડ ઉપર વેરાવળ પાટણ નગરપાલિકા તરફથી સ્પીડ બેકરો નખાઈ રહ્યા છે આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ટ્રાફિકની સમસ્યા વગર મનસ્વી રીતે બનાવાય છે બનાવાયેલા આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ઘારાઘોરણનું પાલન કર્યા વગરની ઊંચા નીચા બનાવેલા છે જેને કારણે પસાર થતાં નાના વાહનો સ્પીડ બ્રેકરો નો ચડાવ ચડતી વખતે વાહનોની સ્પ્રિંગ તૂટવાનો ભય રહે છે વળી આ સ્પીડ બ્રેકરો ઉપર જીબ્રા ક્રોસ સફેદ અને રાત્રી સમયે દૂરથી જોઈ શકાય તેવા રેડિયમ પટ્ટા કલર પણ લગાડાયેલ નથી જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે.
અને ઓચિંતો સ્પીડ બ્રેકર આવતા સમતુલા પણ ક્યારેક ગુમાવે છે માટે જાહેર સલામતી અને માનવ જિંદગીના રક્ષણ માટે આ બમ્પ તોડી પાડવા જરૂૂરી છે નગરપાલિકાએ કરવા જેવું કામ તો શિવ પોલીસ ચોકી પાસે આવેલ નગરપાલિકાનું સીટી બસ સ્ટેશન સાવ ખખડધજ અને તૂટેલ હાલતમાંછે તેનું સમારકામ કરાતું નથી અને આજુબાજુ ગંદકી અને કચરોથી ભરપૂર રહે છે તે કામ કરવું જોઈએ જેથી જગ્યાએ લોકો ને અડચણ રૂૂપ કામગીરી કરવામાં આવે છે.