રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા શહેરમાં આડેધડ બનાવવામાં આવેલા સ્પીડબે્રકરથી વાહનચાલકો હેરાનપરેશાન

11:48 AM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી અકસ્માત નિવારણ માટે તેમજ બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ મુકવા માટે દરેક વિસ્તારમાં સ્પીડ બ્રેકર બનાવવામા આવેલ છે. અકસ્માત થતા અટકાવવા તેમજ બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ મૂકવાના હેતુથી રસ્તા ઉપર જયાં જયાં જરૂૂર પડે ત્યાં ત્યાં સ્પીડ બ્રેકર બનાવવા જરૂૂરી છે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહિ અને હોય તો તે યોગ્ય પણ નથી.

પરંતુ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ તે બાબતનો અભ્યાસ, જ્ઞાન અને જાગૃતા હોવી જરૂૂરી છે. સ્પીડ બ્રેકર કેવા બનાવવા તેની ઉંચાઈ - પહોળાઈ કેવી રીતે રાખવી તેની સમજણ આપ્યા વિના જુદી જૂદી જગ્યાએ કોઈપણ જાતના સુપર વીઝન વિના સ્પીડ બ્રેકર મુકી દેવા કે મૂકી દેવાનો હુકમ કરી દેવો તે કેટલા અંશે યોગ્ય અને વ્યાજબી છે તેવા સવાલ તો ઉપસ્થિત થાય જ. કારણ કે સ્પીડ બ્રેકરની સાઈઝથી નાના-મોટા વાહનો ચલાવનારને વાહનની ગતિ વીમો પાકવાને બદલે વધારે નુકશાન કે તકલીફ ન થાય તે પણ વિચારવુ જોઈએ અને તે રીતનો વિચાર-અભ્યાસ કર્યા બાદજ તે રીતના સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. જયારે થોડા સમય પહેલા નવા નવા વધારાના સ્પીડ બ્રેકર જેવા કે મંડપ રોડ, જુના પોરબંદર રોડ ઉપર વિગેરે જગ્યાએ બનાવવામા આવેલ છે તેવા સ્પીડ બ્રેકરને કારણે વાહન ચાલક વાહન ઉપરથી પડી જાય તેમજ વાહનોની અવર જવર અટકી પડે તેવી સ્થિતિ ઉભી થયેલ છે. તે કોઈપણ સંજોગોમા યોગ્ય નથી જ.

ઉપલેટા નગરપાલિકમાં હાલમાં વહીવટદારનું શાસન હોઈને સ્પીડ બ્રેકર બાબતે જ નહિ પરંતુ તમામ બાબતે આાપની જવાબદારી ખુબજ વધી જાય છે. આ માટે શહેરમાં કયારેક કયારેક નીકળવાથી (રાઉન્ડ મારવાથી) નગરપાલિકાએે કરેલી તેમજ કરવાની થતી તમામ કામગીરી બાબતે ખ્યાલ આવે. તો ઉપરોકત તમામ હકિકત ધ્યાનમાં લઈને શહેરમાં જયાં જયાં આવા સીધો ડામર-કાકરી મિકસ કરીને તેનો ઢગલો કરી દઈને (ઢોળાવવાળાને બદલે) એેકદમ ઉંચા સ્પીડ બ્રેકર બનાવવામા આવેલ છે તેને બદલે વાહનોની સ્પીડ ધીમી પાડવી પડે છે (સ્પીડ અંકુશમાં રાખવી પડે) તે રીતે ફેરફાર કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

Tags :
gujaratgujarat newsSpeed ​​breakersUpletaUpleta news
Advertisement
Next Article
Advertisement