ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન

05:05 PM Oct 31, 2025 IST | admin
Advertisement

પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટમોરબી અને રાજકોટજૂનાગઢ વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટમોરબી અને રાજકોટજૂનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

રાજકોટ - મોરબી- રાજકોટ સ્પેશિયલ ટ્રેન 4444 ફેરા કરશે. ટ્રેન સં. 09522 રાજકોટમોરબી સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12.20 વાગ્યે મોરબી પહોંચશે. ટ્રેન સં. 09521 મોરબીરાજકોટ સ્પેશિયલ ટ્રેન મોરબીથી બપોરે 13.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 16.25 વાગ્યે રાજકોટ પહોંચશે. બંને દિશામાં આ ટ્રેનો બિલેશ્વર, ખોરાણા, કણકોટ, સિંધાવદર, અમરસર અને મકનસર સ્ટેશનો પર રોકાશે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી, મંગળવાર અને શુક્રવારને બાદ કરતાં દરરોજ ચાલશે.
રાજકોટજૂનાગઢરાજકોટ વિશેષ ટ્રેન 88 ફેરા કરશે. ટ્રેન સં. 09221 રાજકોટ- જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી મધ્યરાત્રિએ 00.05 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 02.40 વાગ્યે જૂનાગઢ પહોંચશે. ટ્રેન સં. 09222 જૂનાગઢ- રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી વહેલી સવારે 03.35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.05 વાગ્યે રાજકોટ પહોંચશે. બંને દિશામાં આ ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે.
આ સ્પેશિયલ ટ્રેનો 01 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી, 04 નવેમ્બર અને 07 નવેમ્બરને બાદ કરતાં દરરોજ ચાલશે. નોંધનીય છે કે આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ શ્રેણીની ટ્રેનો હશે.

Tags :
gujaratgujarat newsjunagadh trainrajkotspecial train
Advertisement
Next Article
Advertisement