For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

03:57 PM Feb 28, 2025 IST | Bhumika
રાજકોટ મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

તા.3થી પ્રારંભ, આવતીકાલથી ટિકિટ બુકિંગ શરૂ

Advertisement

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહાબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ થી 30 જૂન, 2025 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 20.00 કલાકે મહેબુબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 4 માર્ચ થી 1 જુલાઈ, 2025 દરમિયાન દર મંગળવારે મહબૂબનગરથી 22.10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

Advertisement

આ ટ્રેન બંને દિશા માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, ધર્માબાદ, બાસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, ઉમદાનગર, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલનું બુકિંગ 1 માર્ચ, 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement