For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલ્ડપ્લે માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન

04:19 PM Jan 17, 2025 IST | Bhumika
કોલ્ડપ્લે માટે અમદાવાદ મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન

Advertisement

તા.25-26 જાન્યુઆરીએ રેલવે દ્વારા બે ટ્રેન દોડાવાશે

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે હાલ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાના મ્યૂઝિક કોન્સર્ટને લઇને ધૂમ મચાવી રહ્યું છે. એવામાં કોલ્ડપ્લેના મ્યૂઝિક શો માટે વધતી ભીડને જોતા પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ખાસ ટ્રેન ચાલશે. આ બે દિવસ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજારે પહોંચી ગયુ છે.

આ ટ્રેન તે લોકો માટે હશે જેઓ આ શોમાં ભાગ લેવા માટે મુસાફરી કરવા માગે છે. રેલવેએ કહ્યું કે આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે.
આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી આ ટ્રેનો બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ રાત્રે 8:40 વાગ્યે પહોંચશે.

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રેલવેની પહેલ બીજી ટ્રેન અમદાવાદથી 27 જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઉપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનો બોરીવલી, વાપી, ઉધના, સુરત, ભરૂૂચ, વડોદરા અને ગર્તાપુર સ્ટેશન પર પણ ઉભી રહેશે. આ સાથે અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની એર ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય ટ્રેનો પણ સંપૂર્ણ રીતે ભરેલી છે. તેમનું કહેવું છે કે આ બે વિશેષ ટ્રેનો પણ ભીડને સંપૂર્ણપણે ઓછી કરી શકશે નહીં.

અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના કોન્સર્ટને કારણે મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા શહેર વચ્ચેના હવાઈ ભાડામાં અધધ વધારો થયો છે. 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાય છે.

આ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે
- બોરીવલી - વાપી
- ઉધના - સુરત
- ભરૂચ - વડોદરા
- ગર્તાપુર

Advertisement
Tags :
Advertisement
Advertisement