ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈ
ચકચારી અમિત ખુટ- રીબડા આત્મહત્યા કેસમાં ગુજરાત સરકારની એન્ટ્રી થતા બહુચર્ચિત આ કેસમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રયત્નોથી સરકાર તરફથી વકીલ ચિંતન કે શાહ ની તથા હિરેન એ પટેલની પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) તરીકે નિમણુક નિમણૂક કરવામાં આવી છે જેથી અમિત ખુટ આત્મ હત્યા કેસમાં હવે અમદાવાદ હાઈકોર્ટના નામાંકિત અને પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સી કે શાહ સરકાર તરફથી લડત આપશે આમ આ કેસમાં ગોંડલના ધારાસભ્યશ ગીતાબા જે. જાડેજા દ્વારા જે ન્યાય અપાવવાની વાત હતી તે તેઓએ સરકારમાં રજૂઆત કરી સાર્થક કરેલ છે ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અગાઉ પણ અમિતભાઈ ખૂટના નાના બાળકની ભણવાની જવાબદારી લીધેલ તે પૈકી રકમ પણ અમિતભાઈના વિધવા પત્નીને આપેલ છે આમ ગોંડલ વિસ્તારના ધારાસભ્ય પોતાના વિસ્તારને પરિવારની માફક જુએ છે તેવું સાર્થક કરી બતાવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઈ ખૂટ આત્મહત્યા કેસમાં અમિતભાઈ દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી જેમાં રીબડા ના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજીદીપસિંહ જાડેજાના નામ લખવામાં આવ્યા હતા પરિણામે ગોંડલ અને રીબડા વચ્ચે ચાલી રહેલ ગજગ્રાહ સમી તકરાર માં બંને પક્ષ તરફે એડી ચોટીના જોર લગાવવામાં આવી રહ્યા છે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપ સિંહ ના નામ ખુલ્યા બાદ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ત્યારબાદ બંને પિતા પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જે આજે દિન સુધી પોલીસના હાથે આવ્યા નથી અને સોશિયલ મીડિયામાં આક્ષેપોના મારા ચાલી જ રહ્યા છે