રામકથામાં આવનાર ભાવિકો માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા
અવ્યવસ્થા ન સર્જાય તે માટે નક્કી જગ્યાએ વાહન પાર્ક કરવા ટ્રાફિક પોલીસની અપીલ
રેસકોર્સ મેદાન ખાતે આગામી 23/11 થી રામકથા નું આયોજન કરવામાં આવેલ હોય જયા મોટી સંખ્યામાં લોકો રામકથા સાંભળવા આવનાર હોય જેમાં પાર્કીંગની વ્યવસ્થા જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને રેસકોસ આસપાસના વિસ્તારોમાં ફોરવીલ તેમજ ટુવીલ માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા ટ્રાફિક બ્રાન્ચ ના ડીસીપી પુજા યાદવની સૂચનાથી એસીપી જે.બી ગઢવી અને તેમની ટીમે સ્થાનીક જગ્યાએ પાર્કીંગ અંગે નિરીક્ષણ કરી અલગ અલગ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી રામકથા સાંભળવા આવતા ભાવિકો માટે મહીલા પોલીસ સ્ટેશન સામેથી ઇમરજન્સી ગેઇટ સામે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વી.વી.આઇ.પી. પાર્કીંગ 500 ફોર વ્હિકલ પાર્કીંગ, મહીલા પોલીસ સ્ટેશનથી મેયર બંગલા સુધી ફોર વ્હિકલ પાર્કીંગ 100 ફોર વ્હિકલ પાર્કીંગ, બાલભવન અંદર જોકર વાળુ ગ્રાઉન્ડ કેપેસીટી 1000 ટુ વ્હિકલ પાર્કીંગ,ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જનરલ પાર્કીંગ 500 ટુ વ્હિકલ પાર્કીંગ, એથ્લેટીક ગ્રાઉન્ડ જનરલ પાર્કીંગ 200 ટુ વ્હિકલ પાર્કીંગ, બાલ ભવનથી એથ્લેટીક ગ્રાઉન્ડ સુધી બ્લોક પાથરેલ છે ત્યા પાર્કીંગ 500 ટુ વ્હિકલ પાર્કીંગ, માધવરાવ સીધીયા ક્રીકેટ ગ્રાઉન્ડ ચબુતરા વાળુ ગ્રાઉન્ડ પ્રવેશ બહુમાળી ચોકથી અંદર પાર્કીંગ 1000 ટુ વ્હિકલ પાર્કીંગ,બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્કીંગ 500 ટુ વ્હિકલ પાર્કીંગ, તેમજ ફનવર્ડ સામે સર ગોસલીયા માર્ગ વાળી શેરીમાં પાર્કીંગ 1000 ટુ વ્હિકલ પાર્કીંગ,રૂૂરલ એસ.પી.ના બંગલા વાળી શેરીમાં પાર્કીંગ 1000 ટુ વ્હિકલ પાર્કીંગ, કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યામાં પાર્કીંગ 100 ટુ વ્હિકલ પાર્કીંગ,રેસકોર્ષ મેદાન અંદર રમેશભાઇ પારેખ ઓપન થીયેટર સામે ફનવર્ડની દિવાલ તરફ પાર્કીંગ માટે, રીલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટીકા પાછળ પાર્કીંગ 300 બસો પાર્કીંગ, રામકથા સાંભળવા આવનાર લોકોએ નક્કી કરેલ વાહન પાર્કીંગની જગ્યાએ વાહન પાર્ક કરવા રાજકોટ શહેર ટ્રાફિક શાખા તરફથી અપીલ કરવામાં આવે છે.