નાર્કોટિક્સના કેસ ચલાવવા રાજકોટ સહિત પાંચ સ્થળે ખાસ કોર્ટ શરૂ કરાઇ
રાજકોટમાં ચરસ સાથે ઝડપાયેલ ચાર આરોપીઓ સામેનો કેસ અન્ય કોર્ટે ચલાવી નાખતા હાઇકોર્ટે ચૂકાદો સસ્પેન્ડ કરી જામીન મુક્ત કર્યા
NDPSના કેસ અન્ય કોર્ટો ચલાવતી હોવાનું ધ્યાને આવતા હાઇકોર્ટે તાબડતોબ ખાસ અદાલતો શરૂ કરાવી
રાજકોટમાં જંગ્લેશ્ર્વર વિસ્તારમાંથી 8.13ર કિલો ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયેલા 4 આરોપીને રાજકોટ કોર્ટે ર0 વર્ષની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. રાજકોટ કોર્ટના હુકમને ચારેય આરોપીઓએ હાઇકોર્ટમાં પડકારી અપીલ દાખલ કરી જામીન અરજી કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા ચારેય આરોપીઓને એનડીપીએસની સ્પે. કોર્ટના બદલે અન્ય કોર્ટે સજાનો હુકમ સંભળાવ્યો હોવાનુ ધ્યાને આવતા હાઇકોર્ટ દ્વારા સરકારને હુકમ કરી રાજકોટ સહીત પાંચ સ્થળે તાબડતોબ એનડીપીએસની ખાસ અદાલત શરૂ કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ અમદાવાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો યુનિટએ શકીલ નામના શખ્સ ઇન્ટરસેપ્ટ કરેલું હોય જેની પૂછપરછ ના આધારે કાલાવડ નો મહેબુબ નામના વ્યક્તિને શકીલ, સોહિલ હારું સોરા નામના શખ્સ ચરસની ડિલિવરી કરેલની માહિતી રાજકોટ એસસોજીને આપતા જેના આધારે પીઆઇ એસ.એન.ગડુ અને પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે જંગલેશ્વર વિસ્તારમાં દરોડો પાડી રૂૂપિયા રૂૂપિયા 81.32 લાખની કિંમતનું 8.8 કિલો અને 132 ગ્રામ ચરસના તથા સાથે મહેબૂબ ઉસ્માન ઠેબા ,ઇલ્યાસ હારુન સોરા, જાવેદ ગુલ મોહમ્મદ દલ અને રફીક હબીબ લોયા ની ધરપકડ કરી તમામ સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરતા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે ટ્રાયલ કોર્ટે દ્વારા તમામ આરોપીઓને 20 વર્ષની સજા અને એક એક લાખ રૂૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ તમામ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી સાથે સાથે અપીલના કામે જામીન અરજી દાખલ કરી હતી.
આરોપી તરફે વિરાટભાઈ પોપટે દલીલમાં જણાવેલ હતું કે, સેશન્સ કોર્ટ સમક્ષ લેવામાં આવેલ મૌખીક પુરાવાઓ તેમજ સરકાર દ્વારા રજુ રાખવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓને આધાર બનાવી રજુઆત કરવામાં આવેલ હતી કે, સદર કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ દરોડા બાદ તપાસમાં એન.ડી.પી.એસ. કાયદાની કલમ-42, 51, 57 તેમજ પ2 (એ) જેવી મેન્ડેટરી જોગવાઈઓનો ભંગ થયેલા ની દલીલ કરવામાં આવેલ હતી તે દલીલનો મુખ્ય આધાર કલમ પર (એ) ની મેન્ડેટરી જોગવાઈ ભંગ થયા હોવા પર રાખવામાં આવેલ હતો. દલીલના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ લેન્ડ માર્ક ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. તેમજ સજાની જોગવાઈ 3 વર્ષથી વધુની કેદની છે તેવા ગુનાઓના કેસ ફકત એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટમાં ચાલી શકે. પરંતુ હાલના કેસમાં સજાની જોગવાઈ 3 વર્ષથી વધુ હોવા છતા કેસનો ચુકાદો જે કોર્ટે આપેલો છે તે કોર્ટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ નથી. જે દલીલની ગંભીરતા પુર્વક નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેંચ દ્વારા રાજકોટના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ ગુજરાતના તમામ શહેરોના મુખ્ય જિલ્લા ન્યાયાધીશોને સ્પેશ્યલ કોર્ટમાં એન.ડી.પી.એસ.ના કેસ ચાલે છે કે કેમ તે અંગે ખુલાસો કરવા હુકમ ફરમાવેલો હતો અને સમગ્ર વિષય અંગે ઈન્કવાયરી કરેલ હતી. જે ઈન્કવાયરીના પરીણામ સ્વરૂૂપે એવી હકિક્ત રેકર્ડ પર આવેલી હતી કે જે સેશન્સ કોર્ટે સદર કેસમાં ચુકાદો આપેલ છે તે કોર્ટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ ન હતી.
સાથે તેવી પણ હકિક્ત ખુલવા પામેલ હતી કે રાજકોટ તેમજ અન્ય મથકોમાં એન.ડી.પી.એસ. કાયદા હેઠળના કેસ કે જેમાં સજાની જોગવાઈ 3 વર્ષથી વધુની છે તેવા અનેક કેસો એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહ્યા નથી. જે સમગ્ર હકિકતની ગુજરાત કોર્ટે ગંભીરતા પૂર્વક નોંધ લઈ ગુજરાત સરકારને વધું એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટો ગઠીત ક2વા આદેશ ફરમાવવામાં આવેલ હતો. જે આદેશ બાદ ગુજરાત સરકારે તા.05/11/2024 ના રોજ નોટીફિકેશન પ્રસિદ્ધ કરી રાજકોટ જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં એક-એક સુરત જિલ્લામાં બે વધુ સ્પેશ્યલ કોર્ટો તેમજ વધુ સ્પેશ્યલ કોર્ટોની નિમણુક કરેલ હતી. તેમજ તમામ અરજદારોને જામીન મુકત કરવા એડવોકેટ વિરાટભાઈ પોપટે કરેલી દલીલ ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કરી ચારેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કામના આરોપીઓ મેહબુબ ઉસ્માન ઠેબા, ઈલ્યાસ હારુનભાઈ સોરા, જાવેદ ગુલમહમદ દલ, રફીક હબીબભાઈ લોયા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત તથા ગુજરાત હાઈકોર્ટમા કાઉન્સીલ તરીકે એડવોકેટ વિરાટ પોપટ તેમજ મદદનીશ તરીકે એડવોકેટ અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા.