રાજકોટ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે સરકારી યોજનાઓ માટેના ખાસ કેમ્પ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આગામી 10 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચાડવાનો છે.આ કેમ્પોનું આયોજન રાજકોટ જિલ્લાના 95 જેટલા ગામોમાં તબક્કાવાર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ચાર મુખ્ય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના,ધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,અટલ પેન્શન યોજનાનો સમાવેશ થાય છે.
આ યોજનાઓ ઉપરાંત, જિલ્લાની તમામ સ્માર્ટ હેલ્થ કાર્ડ સહિતની આરોગ્યલક્ષી કામગીરી પણ આ કેમ્પો દરમિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પોતાના ગામમાં આ કેમ્પોનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ પોતાના ઘરઆંગણે જ મળી રહેશે, અને તેમને શહેર કે તાલુકા કક્ષાએ જવાની જરૂૂરિયાત રહેશે નહીં.