ઈ-કેવાયસી કઢાવવામાં બાકી હોય, તેવા ખેડૂતો માટે ર1 ફેબ્રુઆરી સુધી ખાસ ઝુંબેશ
પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓના ઈ કેવાયસી માટે ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 1પ મો હપ્તો મળેલ ન હોય તો 1પ મો હપ્તો અને આગામી 16 મો હપ્તો મેળવવા માટે ઈ કે વાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ કે વાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે.
સરકાર દ્વારા તા. ર1-ફેબ્રુઆરી-ર0ર4 સુધીમાં કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) મારફતે રાષ્ટ્રવ્યાપી "ઈકેવાયસી" માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનું ઈકેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓને ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) માં ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈકેવાયસી કરાવી લેવાનું રહેશે.
આ ઉપરાંત અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈકેવાયસી પૂર્ણ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકશ્રી / તાલુકા વિસ્તરણ અધિકારી / જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂૂબરૂૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા "ઈકેવાયસી" કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાન લાભાર્થીનો આધાર ઓટીપીના ઉપયોગથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈકેવાયસી થઈ શકે છે, જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે. તેમ તાલિમ અને મુલાકાત યોજનાના મદદનીશ ખેતી નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.