For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પા-હોટેલમાં ગોરખધંધા નથી ચાલતાને ? મોરબી પોલીસનું ચેકિંગ, 11 સામે કાર્યવાહી

11:51 AM Oct 04, 2024 IST | Bhumika
સ્પા હોટેલમાં ગોરખધંધા નથી ચાલતાને   મોરબી પોલીસનું ચેકિંગ  11 સામે કાર્યવાહી
Advertisement

આગમી તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેવામાં એ ડિવિઝન પોલીસે નિયમોનો ભંગ કરનાર 4 હોટલના સંચાલક અને 7 સ્પાવાળાની સામે કાર્યવાહી કરેલ છે.

મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમે નવરાત્રી અને દિવાળીને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધાર્યું હતું. મોરબીમાં જુદા જુદા વિસ્તારમાં આવેલ 14 હોટલ અને 10 સ્પામાં ચેકીંગ કર્યું હતું અને નિયમોનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં 4 હોટેલ અને 7 સ્પાના સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જાહેરનામાના ભંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. તેવી માહિતી મોરબી એ-ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા પાસેથી જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement