For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી અંતર્ગત સંવેદનશીલ બૂથની મુલાકાત લેતા એસ.પી.

01:12 PM Feb 10, 2025 IST | Bhumika
ચૂંટણી અંતર્ગત સંવેદનશીલ બૂથની મુલાકાત લેતા એસ પી

Advertisement

જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની ઉપસ્થિતિમાં સમગ્ર કાલાવડ પંથકમાં ચૂંટણી ફરજ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગઈકાલે કાલાવડ ટાઉન વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાન ના સેન્સેટીવ બુથ વાળા બિલ્ડીંગની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.

આ વેળાએ તેઓની સાથે જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા,એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, ઉપરાંત એલસીબીના પીએસઆઇ પી. એન. મોરી તથા કાલાવડ ના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તથા અન્ય સ્ટાફ જોડાયેલો રહ્યો હતો, અને તમામ સેન્સેટિવ ગણાતા મતદાન મથકોનું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાલાવડ ટાઉનમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. કાલાવડ ના વિશાળ પોલીસ કાફલા સાથે કાલાવડ ટાઉનના મુખ્ય વિસ્તારોમાં પોલીસે માર્ચ પાસ્ટ કરી હતી, અને મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement