મેહુલનગરમાં માતાના પાણીઢોળમાં પુત્રને આવેલો પેરેલીસીસનો હુમલો નિવડયો જીવલેણ
શહેરમા સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમા રહેતા યુવકને માતાના પાણી ઢોળ સમયે પેરાલીસીસનો હુમલો આવતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર આવેલ મેહુલનગરમા ભોલેનાથ એપાર્ટમેન્ટમા રહેતા પ્રવીણભાઇ વેરશીભાઇ માલી (ઉ.વ. 43) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમીક પુછપરછમા પ્રવીણભાઇ માલી બે ભાઇ ચાર બહેનમા વચેટ હતો. અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્ર છે. પ્રવીણભાઇ માલી જમીન મકાનનુ કામ કરતા હતા. પ્રવીણભાઇને ગળાનુ કેન્સર હતુ. ગઇકાલે પ્રવીણભાઇની માતા મણીબેનનાં પાણી ઢોળ દરમ્યાન આવેલો પેરાલીસીસનો હુમલો જીવલેણ નીવડયો હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા કાલાવડ રોડ પર જકાત નાકા પાસે આવેલ એવરેસ્ટ પાર્કમા રહેતા દક્ષાબેન કમલેશભાઇ વ્યાસ (ઉ.વ. પ6) ની મધરાત્રે બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .