થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક
આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ વ્યકિતને એક મીનીટ પણ નથી ચાલતુ તેમજ આ વળગણ નાના બાળકોથી લઇ અભ્યાસ કરતા તરૂણોમાં વધુ પડતુ જોવા મળ્યુ છે. જેને કારણે બાળકોના અભ્યાસમાં ખરાબ અસર પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 19 વર્ષના યુવાનને પિતાએ મોબાઇલ લઇ આપવાની ના પાડતા તેમણે એસીડ પી લઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે થાગઢ પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, થાનગઢના સંજીવની સોસાયટીમાં રહેતા પુર્વેશ હિરેનભાઇ ચંદીભર (લોહાણા) (ઉ.વ. 19) નામના યુવાને પોતાના ઘરે એસીડ પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો જયા તબીબે તેબને મૃત જાહેર કરાયો હતો. પુર્વેશના પિતા હયાત નથી અને ઘરનો આધાર સ્થંભ અને બહેનનો એકનો એક ભાઇ હતો.
ગઇકાલે માતાએ તેમને મોબાઇલ લેવાની ના પાડતા પૂર્વેશને લાગી આવતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. આ ઘટના મામલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેમનુ પોસ્ટમોર્ટમ કરાયુ હતું.