સોમનાથ એસઓજીએ ડ્રગ્સના ગુનાના આરોપીને પકડી પાડ્યો
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ આવા ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સખત સુચના આપતા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર એસ ઓ જી ના ઇન્ચાર્જ પી.આઇ. એન.એ.વાઘેલા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ કુંભરવાડીયા, હે.કો. વિપુલભાઇ ટીટીયા સહિતના સ્ટાફે સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન કોડીનાર પોલીસ માં નોંધાયેલ એન.ડી.પી.એસ. કલમ 8(સી), 21(બી), 29 મુજબ ગુનામાં પકડવાના બાકી આરોપી પૈકી આદિલ અનવરભાઈ શેખ રહે.વેરાવળ બાગે યુસુફ કોલોની વાળાને સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઝડપાયેલા આરોપી સામે અમદાવાદ શહેર એન.ડી.પી.એસ. એકટ 8(સી).20 (બી),22(બી) વિગેરે મુજબ તથા વેરાવળ પોલીસમાં પ્રોહી 1.66(એ)(એ) અને સી.આર.પી.સી. ક.107 મુજબ ગુન્હા નોંધાયેલા છે અને તે માદક પદાર્થ નાર્કોટીક્સ (ડ્રગ્સ) મુદામાલ વેચાણ અર્થે બહાર થી લાવી/મંગાવી વેચાણ કરવાની પ્રવૃતિ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.