સોમનાથ: કાર્તિકી મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુની મેદની ઉમટી
જૂનાગઢ રેન્જનાં આઈ.જી.પી.નિલેશકુમાર ઝાંઝડિયાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક *કાર્તિકી પૂર્ણિમા મેળો 2025* નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તા. 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, છતાં પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ લોકોની ભવ્ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉતરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી નિલેશકુમાર ઝાઝડિયા સાહેબના શુભહસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
1955થી શરૂૂ થયેલી પરંપરા આજે વધુ ભવ્ય રૂૂપે ઝળહળતી દેખાઈ. મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે: 200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો તેમજ હસ્તકલા અને ગૃહઉદ્યોગના ઇન્ડેક્સ-સી વિભાગ સરસ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દૂરદૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.
આ પ્રારંભિક જોરદાર સફળતા બાદ 5 દિવસમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પરધરવાનો અંદાજ છે. જેમની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, અને સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે સુસજ્જ છે.