For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી

06:03 PM Jul 18, 2025 IST | Bhumika
સોમનાથ જેતપુર હાઈ વેની બિસ્માર હાલત  ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી

ભારે વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે વધુ એક હાઈ-વેની હાલત બિસ્માર થઈ ગઈ છે. સોમનાથ-જેતપુર હાઈ-વે પર ખાડાઓ પડતા અને ડામર ઉખળી જતાં ધુળની ડમરીઓ ઉડી રહી છે અને હજારો વાહન ચાલકો અકસ્ળાતના જોખમ વચ્ચે વાહન ચલાવી રહ્યાં છે. હાલ શ્રાવણ મહિનો શરૂ થવા પર છે. હજારો ભાવિકો સોમનાથ જતાં હોય છે. વહેલી તકે રોડની મરામત કરવામાં નહીં આલે તો આંદોલનની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

સોમનાથ-જેતપુર નેશનલ હાઇવેની બિસ્માર સ્થિતિએ વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. સોમનાથથી ગડુ સુધીનો માર્ગ ખાડાઓથી ખદબદી રહ્યો છે. આ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોએ વિકાસના નામે થઈ રહેલી આ પરિસ્થિતખ્ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. હાઇવે પરના ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ઊડતી ધૂળની ડમરીઓથી મોટરસાયકલસવારોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ સમસ્યા અંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નેશનલ હાઇવેની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

ધારાસભ્ય ચુડાસમાએ જણાવ્યું કે, વરસાદની સિઝન પહેલા મરામત કરવાને બદલે વરસાદ બાદ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે છે. હાઇવે પર દર કિલોમીટરે ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે, જો વહેલીતકે હાઇવેનું રિપેરિંગ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. સામાન્ય વરસાદમાં જ હાઇવેની આ સ્થિતિ થતાં કામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકાર ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ વાહનચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement