સોમનાથ જિલ્લા પોલીસ તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ યાત્રિકોની વ્યવસ્થામાં ખડેપગે
સોમનાથ મંદિરની સુરક્ષામાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેકટર, 13 પોલીસ સબ ઇન્સ્પેકટર અને 250 પોલીસ સ્ટાફ રોકાયો
ગીર સોમનાથ ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે, તેમજ તાલાલા - સાસણ, દ્રોણેશ્વર, મુલદ્વારકા તથા તુલસીશ્યામ ખાતે દેશ વિદેશ થી હજારોની સંખ્યામાં પધારેલ યાત્રાળુઓને સ્થળ ઉપર પહોંચવામાં કોઈ અગવડતા ના પડે તે હેતુ થી ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નેશનલ હાઈ વે તેમજ મંદિર આસપાસના રોડ રસ્તા ઉપર સતત ટ્રાફિક નિયમન કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામા આવી રહી છે.
શ્રી સોમનાથ મંદિર તેમજ જીલ્લાના તમામ ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળુનો ધસારો વધારે હોવાથી યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલતો રહે તે હેતુ થી ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રેશર પોઇન્ટ, ડીપ પોઇન્ટ પર સતત ખડે પગે રહી યાત્રાળુઓ ને યોગ્ય માર્ગદર્શન આપી ભીડ નિયંત્રણ કરવામાં આવ્યું. અને શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે પધારેલ અશક્ત અને વયોવૃધ્ધ દર્શનાર્થીઓને મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતી ગીર સોમનાથ પોલીસ.
શ્રી સોમનાથ મંદિર Z સુરક્ષા ધરાવે છે જેથી દિવાળી તહેવાર અનુસંધાને સુરક્ષા હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ની આગેવાની હેઠળ 1 - નાયબ પોલીસ અધીક્ષક, 2- પોલીસ ઇન્સ્પેક્ટર, 13 - પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 250 થી વધારે પોલીસ સ્ટાફ સતત ખડે પગે રહિત અને શંકાસ્પદ વસ્તુઓ શ્રી સોમનાથ મંદિર પરિસર માં ના પ્રવેશે નહીં તે માટે Baggage Scanner, અણબનાવ બને અથવા તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને પહોંચી વળવાqueak response team - QRT થી સતત યાત્રાળુઓનો સામાન ચેક કરવામાં આવે છે.
દિવાળી તહેવાર દરમ્યાન 4.5 લાખ થી વધારે યાત્રાળુઓ દ્વારા મુલાકાત લેવામા આવેલ તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સતત યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ વગેરે બાબતે રાત - દિન ફરજ બજાવેલ અને 18 વૃધ્ધ વ્યક્તિઓ ને દર્શન કરાવેલ,7 દિવ્યાંગ ને દર્શન કરાવેલ,5 પાકિટ પર્સ દર્શનાર્થીઓ પરત કરેલ, 63 ખોવાયેલા પતિ પત્ની,માતા પિતા અને બાળકો ને પરીવાર સાથે મીલન કરાવેલ.