સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાનો દુરુપયોગ: ગાડી પર મલ્ટિ કલર લાઈટ લગાવી
ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાયકર જિલ્લા પંચાયત કચેરીની સરકારી ગાડી જીજે 32 જી 4141ના ઈનોવા વાહન ઉપર અધિકારી દ્વારા તેમની સતાનો દૂર ઉપયોગ કરી એક જિલ્લાના જવાબદાર અધિકારી કાયદો જાણતા હોવા છતાં તેમની ફરજમાં મોટી ચુક કરી ઉપરના ભાગમાં મલ્ટી કલર લાઈટ, સાઈરન, મોટા હોદાની નેમ પ્લેટ લગાડી ઉપયોગ કરતા ડીડીઓના ગાડી પાર્કિંગમાં ગાડી મુકતા આજરોજ નજરે જોવા મળેલ છે.
જિલ્લા વિકાસ અધિકારીનીગાડીમાં ‘મલ્ટી સાઈરન કે મોટા અક્ષરથી હોદાની પ્લેટ’ લગાડવી એ ગેર કાનુની તેમજ ગેરકાયદેસર છે. આજથી એકાદ વર્ષ અગાઉ તારીખ 29-7-2024ના રોજ પણ આ બાબતે ત્રાંબંડિયા અલ્પેશભાઈ (કેશોદવાળા)એ અરજી કરી ડીડીઓની ગાડીમાંથી લાઈટ ઉતારી લેવા ફરિયાદ કરેલી અને તે ફરિયાદ સંદર્ભે તપાસ દરમિયાન મલ્ટી કલર લાઈટ ડીડીઓની ગાડીમાંથી ઉતારી લેવામાં આવેલ હતી.
ફરીવાર આજ બાબતે એક જવાબદાર આઈએએસ કક્ષશ્રાની અધિકારી કાયદો જાણવા છતા ફરિવાર ગીર-સોમનાથ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાયકર નિયમ વિરુદ્ધ ગેર કાયદેસર રીતે તેમની ફરજમાં ચુક કરી ગંભીર ભૂલ કરેલ તેવી ફરિયાદ આર.ટી.આઈ. કાર્યકર્તા ભીખાભાઈ ગોહેલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને કરવામાં આવી છે.