ઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
8 ડિસેમ્બર, 2025ના રોજ ઓખાથી યાત્રા શરૂૂ કરનારી ટ્રેન સંખ્યા 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2) આ જ રીતે, 9 ડિસેમ્બર, 2025ના રોજ જયપુરથી યાત્રા શરૂૂ કરનારી ટ્રેન સંખ્યા 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
13 નવેમ્બર, 2025થી 12 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.
09 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.
24 નવેમ્બર, 2025થી 8 ડિસેમ્બર, 2025 સુધી દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર ઊભી રહેશે.